GUJARATHALOLPANCHMAHAL

પાવાગઢ પોલીસ મથકના અપહરણના ગુન્હામા નાસતા ફરતા વોન્ટેડ આરોપીને પંચમહાલ પેરોલ ફર્લો પોલીસે ભેલીન્દ્રા ગામેથી ઝડપી પાડ્યો

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧૪.૭.૨૦૨૬

પ્રાપ્ત માહિતી મુજબ પાવાગઢ પોલીસ મથકના 2026ના અપહરણના ગુનામાં છેલ્લા કેટલાક સમયથી નાસ્તા ફરતો આરોપી રાજેશ ઉર્ફે ચકુલ ભાવસિંગ સોલંકી મૂળ રહે.પીગળી હમીરપૂર તા.કાલોલ હાલ રહે ભેલીન્દ્રા કાલોલ નાઓ વોન્ટેડ હોય જે અંગે જિલ્લા પેરોલ ફર્લો પોલીસને બાતમી મળી હતી કે પાવાગઢ પોલીસ મથકનાં અપહરણના ગુનાનો વોન્ટેડ આરોપી રાજેશ હાલ કાલોલ તાલુકાના ભેલીન્દ્રા ગામે તેના મામાના ઘરે છે જે બાતમીના આધારે જિલ્લા પેરોલ ફર્લો પોલીસની ની ટીમ ભેલીન્દ્રા ગામે પહોંચી હતી અને તે જગ્યાએ છાપો મારી રાજેશ ને ઝડપી પાડ્યો હતો જ્યારે જિલ્લા પેરોલ ફર્લો પોલીસની ટીમે આરોપીને ઝડપી પાવાગઢ પોલીસ મથકે સોંપવાની તજવીજ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!