PANCHMAHALSHEHERA

*ગોધરા ખાતે ઔધોગિક રોજગાર અને એપ્રન્ટિસ ભરતી મેળો યોજાયો

 

પંચમહાલ ગોધરા

નિલેશભાઈ દરજી શહેરા

જિલ્લા રોજગાર વિનિમય કચેરી, પંચમહાલ અને સરકારી આઇ.ટી.આઇ, ગોધરાના સંયુક્ત ઉપક્રમે સરકારી આઈ.ટી.આઈ ગોધરા ખાતે ઔધોગિક રોજગાર અને એપ્રન્ટિસ ભરતી મેળો યોજવામાં આવ્યો હતો. જેમાં જે.એસ.ડબલ્યુ એમ.જી મોટર ઇન્ડિયા પ્રા.લિ હાલોલ એકમ માટે ૧૮ થી ૨૫ વય મર્યાદા ધરાવવા ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીઝના અનુભવી પુરુષ ઉમેદવારો માટે પેઇન્ટશોપ, બોડીશોપ, મેઇન્ટેનન્સ અને યુટીલીટી, ક્વોલિટી વિભાગ, જનરલ એસેમ્બલી તેમજ બિન અનુભવી ઉમેદવારો માટે એપ્રન્ટિસની ૩૫ થી વધુ જગ્યાઓ માટે પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર અને વડોદરા જિલ્લાના ૮૦ થી વધુ ઉમેદવારોએ ભાગ લીધો હતો. જે.એસ.ડબલ્યુ એમ.જી મોટર ઇન્ડિયા પ્રા.લિ હાલોલના એચ.આર.મેનેજરશ્રી અને તેમની ટીમ દ્વારા હાજર ઉમેદવારોનું વ્યક્તિગત ઇન્ટરવ્યુ , શારીરિક અને તબીબી પરીક્ષણ કરીને ૩૧ ઉમેદવારોની રોજગાર અને એપ્રન્ટિસ માટે પ્રાથમિક પસંદગી કરવામાં આવી છે. આ તકે સરકારી આઇ.ટી.આઇ ગોધરા અને જિલ્લા રોજગાર વિનિમય કચેરી પંચમહાલના અધિકારી દ્વારા ઉમેદવારોને રોજગારલક્ષી, એપ્રન્ટિસ અને પીએમ ઇન્ટર્નશીપ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
***********

Back to top button
error: Content is protected !!