જાંબુઘોડા પોલીસે કાળીયાવાવ ચેક પોસ્ટ પાસેથી વિદેશી દારૂના જથ્થા સહિત 2,95,560 રૂ.ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડયો
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૭.૯.૨૦૨૪
પ્રાપ્ત વિગતો અનુસાર જાંબુઘોડા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ પી.આર ચુડાસમાને આજે શુક્રવારે સવારે અંગત બાતમીદાર પાસેથી બાતમી મળી હતી કે એક ઈસમ તવેરા ગાડી જેનો નંબર GJ 13 CC 8671 ની ગાડીમાં બોડેલી તરફથી ભારતીય બનાવટ નો વિદેશી દારૂનો જથ્થો ભરી જાંબુઘોડા તરફ પસાર થવાનો છે જે ચોક્કસ બાતમીના આધારે જાંબુઘોડા પોલીસ સ્ટેશનના પીએસઆઇ પીઆર ચુડાસમાએ તેમના સ્ટાફ સાથે કાળિયાવાવ ચેક પોસ્ટ ઉપર નાકાબંધી કરી હતી તે દરમિયાન બાતમી મુજબ ની ગાડી સામેથી આવતા તેને રોકી હેરાફેરી કરનાર ઈસમને જાંબુઘોડા પોલીસે ઝડપી પાડી ગાડીમાં તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો અલગ અલગ બ્રાન્ડ નો જથ્થો જેની કુલ કિંમત 1,90,560 જ્યારે એક vivo કંપનીનો મોબાઇલ જેની કિંમત 5000 જ્યારે તવેરા ગાડી જેની કિંમત એક લાખ મળી કુલ 2,95,560 ના મુદ્દામાલ જાંબુઘોડા પોલીસે કબજે કરી મધ્યપ્રદેશ ના સુરેશ દરીયાવ જાતે બધેલ રહે.ઝુગ્ગી ઝોપડી અન્નપૂર્ણા મંદિર ની સામે સુદામાનગર તા.જી.ઇન્દોર મધ્યપ્રદેશ નાઓ સામે પ્રોહીબિશનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.