KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલના પલાસા ગામે જન કલ્યાણ શિબિર યોજાઈ:સરકારી યોજનાઓની માહિતીથી ગ્રામજનોને કરાયા માહિતગાર.

 

તારીખ ૧૫/૦૬/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ

કાલોલ તાલુકાના બાકરોલ જિલ્લા પંચાયત હેઠળના પલાસા ગામ ખાતે ‘જન કલ્યાણ શિબિર’નું આયોજન કરવામાં આવ્યું હતું. સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તેવા ઉદ્દેશથી આયોજિત આ શિબિરને તાલુકા પંચાયતના પ્રમુખ જયપાલસિંહ રાઠોડ સહિત ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ખુલ્લુ મૂકવામાં આવ્યુ હતું આ પ્રસંગે કાલોલ મામલતદાર વિકાસભાઇ પટેલ અને તાલુકા હેલ્થ ઓફિસર મીનીશ દોશી, કાલોલ તાલુકા ભાજપ મંડળના પ્રમુખ મહિદીપસિંહ ગોહિલ, પંચાયતના ઉપપ્રમુખ સંજયસિંહ રાઠોડ, બાકરોલ જીલ્લા પંચાયત સભ્ય મીનાક્ષીબેન વિપુલભાઈ પરમાર, પલાસા ગામના સરપંચ અને ગ્રામપંચાયતના પ્રતિનિધિઓ તેમજ વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ સહિત સંગઠનના સર્વે કાર્યકર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. શિબિરમાં વિવિધ વિભાગના અધિકારીઓ દ્વારા સરકારની આયુષ્યમાન કાર્ડ, પીએમ કિસાન સન્માન નિધિ, વિધવા સહાય, વૃદ્ધ પેન્શન, ઉજ્જવલા યોજના, આધારકાર્ડ અને રાશનકાર્ડ સહિતની તમામ યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. જ્યાં કાલોલ તાલુકા ભાજપ મંડળના પ્રમુખ મહિદીપસિંહ ગોહિલે જણાવ્યું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગેરંટી છે કે કોઈપણ લાભાર્થી યોજનાથી વંચિત ન રહે. આ શિબિર થકી ગ્રામજનોને એક જ સ્થળે તમામ યોજનાઓની જાણકારી અને લાભ મળી રહે તે માટે પ્રયાસ કર્યો છે જ્યાં શિબિરમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપી હતી અને સ્થળ પર જ અનેક લાભાર્થીઓના ફોર્મ ભરાવી યોજનાકીય લાભ અપાવવાની કામગીરી કરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!