KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ પોલીસે સાયલેન્સર ચોરી ગેંગનો પર્દાફાશ કર્યો: હાલોલનો ગુન્હો ઉકેલાયો, બે આરોપી સહિત ₹11.34 લાખોનો મુદ્દામાલ કબજે.

 

તારીખ ૨૬/૦૬/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ પોલીસને એક મોટી સફળતા મળી છે. પોલીસે પેટ્રોલિંગ દરમિયાન હાલોલ રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી સાયલેન્સર ચોરીના અનડીટેક્ટ ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો છે અને બે આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.

જીલ્લા પોલીસ અધિકારીઓ દ્વારા મિલ્કત સંબંધી ગુન્હાઓ અટકાવવા અને વણશોધાયેલા ગુન્હાઓ શોધવા માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. જેના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર આર.ડી. ભરવાડ અને તેમની સર્વેલન્સ ટીમ નાઇટ રાઉન્ડ (પેટ્રોલિંગ)માં હતી.આ દરમિયાન મધવાસ ગામ પાસે હીરો કંપની નજીક એક આઇસર કન્ટેનર ટ્રક (રજી. નં. GJ-17-XX-4953) બંધ હાલતમાં ઊભેલી જોવા મળી હતી. ટ્રકમાંથી બે ઇસમો અંધારામાં કંઈક સામાન નીચે ઉતારી રહ્યા હતા. પોલીસને શંકા જતાં તેમણે બંને શખ્સોની કડક પૂછપરછ હાથ ધરી હતી.પોલીસની સઘન પૂછપરછ દરમિયાન બંને ઇસમો ભાંગી પડ્યા હતા અને તેમણે સ્વીકાર્યું હતું કે આ સાયલેન્સર તેમણે ‘બડ-વે’ કંપનીમાંથી ચોર્યા હતા. પોલીસે તાત્કાલિક મોટરસાયકલના સાયલેન્સર અને ટ્રક કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે જ હાલોલ રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુન્હો ડીટેક્ટ કરવામાં આવ્યો છે.ત્યારે પકડાયેલા આરોપીઓ (૧)હરેશભાઈ ગુલાબસિંહ ચૌહાણ (ઉં.વ. ૨૫, ધંધો: ડ્રાઇવિંગ, રહે: મોકળ સાગોળ ફળિયું, તા. કાલોલ, જી. પંચમહાલ)(૨) રાજકુમાર દિનેશભાઈ ચૌહાણ (ઉં.વ. ૨૩, ધંધો: મજૂરી/વર્કર, રહે: દાઉધરા ચૌહાણ ફળિયું, તા. ઘોઘંબા, જી. પંચમહાલ) પોલીસે આરોપીઓ પાસેથી કુલ ₹૧૧,૩૪,૬૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં કાળા કલરના સાયલેન્સર (કુલ નંગ-૭૨): કિંમત ₹૧,૨૯,૬૦૦/, લોખંડની ટ્રોલી (૧ નંગ): કિંમત ₹૫,૦૦૦/,આઇસર ટ્રક: કિંમત ₹૧૦,૦૦૦,૦૦/-મુદ્દામાલ જપ્ત કર્યો છે.

Back to top button
error: Content is protected !!