કાલોલ તાલુકા તંત્રની સંવેદનશીલતા: ફતેપુરીમાં વાવાઝોડામાં મોત બાદ દીકરીના પરિવારને ₹4 લાખનો સહાય ચેક અર્પણ.

તારીખ ૧૨/૦૬/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
થોડા દિવસો અગાઉ આવેલા વિનાશક વાવાઝોડા દરમિયાન કાલોલ તાલુકાના ફતેપુરી ગામના એક મકાન ધરાશાયી થવાની કમનસીબ ઘટના સામે આવી હતી. આ દુર્ઘટનામાં એક માસૂમ દીકરી પેલુ ફળિયામાં રહેતા સુરેશભાઈ નરવતભાઈ રાઠોડની ૧૪ વર્ષીય પુત્રી ભાવનાબેન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. તેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવી હતી, પરંતુ સારવાર દરમિયાન તેનું દુઃખદ અવસાન થતાં સમગ્ર પંથકમાં ભારે અરેરાટી અને શોકની લાગણી વ્યાપી ગઈ હતી.આ દુઃખદ ઘટનાના અનુસંધાને આજે કાલોલ વિધાનસભાના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણના માર્ગદર્શન હેઠળ પીડિત પરિવારને આર્થિક ટેકો પૂરો પાડવા માટે સરકારશ્રી તરફથી મળવાપાત્ર સહાયરૂપે ₹4,00,000 (ચાર લાખ રૂપિયા) નો ચેક એનાયત કરવામાં આવ્યો હતો.પરિવારના આ મુશ્કેલ સમયમાં સાંત્વના આપવા અને સહાયનો ચેક અર્પણ કરવા માટે ફતેપુરી ગામે ખાસ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં જયપાલસિંહ દિલીપસિંહ રાઠોડ (પ્રમુખ, કાલોલ તાલુકા પંચાયત),તાલુકા વિકાસ અધિકારી આર.પી.પ્રજાપતી, કાલોલ તાલુકા મદદનીશ ઇન્ચાર્જ,ગ્રામ્ય વિકાસ અધિકારી ઉપરોક્ત તમામ પદાધિકારીઓ અને વહીવટી અધિકારીઓએ સાથે મળીને દિવંગત દીકરીના શોકાતુર પરિવારજનોને રૂબરૂ મળી ચેક અર્પણ કર્યો હતો અને સરકાર તરફથી શક્ય તમામ મદદની ખાતરી આપી હતી.






