KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ ની બોરુ રિફાઈ પબ્લિક સ્કૂલ નો સુબ્રતો ફૂટબોલમાં દબદબો: U-17 ગર્લ્સ અને U-15 બોયઝ બંને ટીમ બની વિજેતા.

 

તારીખ ૦૧/૦૭/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા ખાતે આવેલી ડોન બોસ્કો સ્કૂલમાં આયોજિત જિલ્લા કક્ષાની સુબ્રતો મુખર્જી ફૂટબોલ ટુર્નામેન્ટમાં કાલોલ તાલુકાના બોરુ ગામની રિફાઈ પબ્લિક સ્કૂલે શાનદાર દેખાવ કર્યો છે.અને બોરુ રીફાઇ પબ્લિક શાળાની અંડર-17 ગર્લ્સ અને અંડર-15 બોયઝ બંને ટીમોએ પોતપોતાના ગ્રુપમાં ચેમ્પિયનશિપ મેળવી ડબલ ધમાકો કર્યો છે. ફાઇનલ સુધીના સફરમાં રિફાઈ પબ્લિક સ્કૂલે હાલોલની વી.એમ. સ્કૂલ, ડી.પી.એસ. ગોધરા, ભક્ત સ્કૂલ બોડેલી, ઘોઘંબાની એકલવ્ય સ્કૂલ અને એમ.જી.એમ. હાલોલ જેવી મજબૂત ટીમોને હરાવીને ખિતાબ કબજે કર્યો હતો અને ખેલાડીઓના ઉત્કૃષ્ટ દેખાવ અને કોચ કિરણ સોલંકી ના માર્ગદર્શનથી શાળાએ જિલ્લા કક્ષાએ નામ રોશન કર્યું છે. ત્યારે બંને ટીમની આ સિદ્ધિથી શાળા પરિવાર, વાલીઓ અને કાલોલ સહિત સમગ્ર પંથકમાં ખુશીનો માહોલ છવાયો છે. હવે બંને ટીમ આગળ રાજ્ય કક્ષાએ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.

Back to top button
error: Content is protected !!