કાલોલમાં ગુરુ રવિદાસ મહારાજની 650મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય કળશ વિતરણ સમારોહમાં સાંસદ રાજપાલસિંહ રહ્યા ઉપસ્થિત.

તારીખ ૧૮/૦૮/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
સામાજિક સમરસતા અને સમાનતાના સંકલ્પ સાથે સંત શિરોમણી ગુરુ રવિદાસ મહારાજજીની 650મી જન્મજયંતિ નિમિત્તે કાલોલ ખાતે કળશ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં કાલોલ નગરપાલિકા કોમ્યુનિટી હોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં પંચમહાલના સાંસદ રાજપાલસિંહ જાદવ ,જિલ્લા પંચાયત પ્રમુખ નીરજકુમાર પટેલ અને ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે , જીલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ ગોહિલ,જિલ્લા કિશાન મોરચાના પ્રમુખ કિરણસિંહ સોલંકી, તાલુકા ભાજપ મંડળના પ્રમુખ મહિદીપસિંહ ગોહિલ, કાલોલ તાલુકા પંચાયત પ્રમુખ જયપાલસિંહ રાઠોડ અને ઉપપ્રમુખ સંજયસિંહ રાઠોડ,કાલોલ શહેર ભાજપ પ્રમુખ કલ્પેશભાઈ પારેખ, કાલોલ નગરપાલિકાના પ્રમુખ હસમુખભાઈ મકવાણા સહિત મહીલા મોરચાની બહેનો અને હોદ્દેદારો સાથે મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા.સમરસતા સંકલ્પ અભિયાન અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમમાં પવિત્ર માટીથી ભરેલા કળશનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સાંસદ રાજપાલસિંહ જાદવ એ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે સંત રવિદાસજીના જ્ઞાન, ભક્તિ, માનવતા અને સામાજિક સમરસતાના સંદેશને જન-જન સુધી પહોંચાડવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે. સમાજમાં ભેદભાવ ભૂલી એકતા અને બંધુતાની ભાવના કેળવવા સૌને અનુરોધ કરવામાં આવ્યો હતો.







