HALOLPANCHMAHAL

યાત્રાધામ પાવાગઢ ખાતે ગેસ્ટ હાઉસમાં નડિયાદ SRP ગ્રુપ -7 ના પી. આઇનું નિપજ્યુ મોત,પોલીસે તપાસ હાથ ધરી 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૨૬.૯.૨૦૨૪

યાત્રાધામ પાવાગઢ ખાતે તળેટીમાં આવેલ શિવશક્તિ નિવાસ ધર્મશાળામાં ગત રાત્રી એ રોકાયેલ એસઆરપી ગ્રુપ કમાન્ડર પીઆઇ નું રહસ્યમય સંજોગોમાં મોત નિપજતા પાવગઢ પોલીસે અકસ્માત મોત નો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.જાણવા મળેલી માહિતી મુજબ યાત્રાધામ તેમજ પ્રવાસન ગણાતા પાવાગઢ ખાતે નડિયાદ એસઆરપી કંપની સી ગ્રુપ 7 ના 22 જેટલા પોલીસ જવાનો કાયમી બંદોબસ્ત માટે મુકવામાં આવ્યા છે.તે જવાનો પાવાગઢ ખાતે જુદા જુદા પોઇન્ટ ઉપર એક પીએસઆઇ, બે હેડ કોસ્ટેબલ,એક રાઇટર અને એક ડ્રાઈવર મળી કુલ 22 જેટલા એસઆરપી જવાનો ફરજ બજાવે છે.અને તેઓની થોડા સમયાંતરે તેઓ ની આંતરિક બદલી પણ કરવામાં આવે છે. અને આ પોઇન્ટ પરની કામગીરીનું સમયાંતરે નિરીક્ષણ પણ કરવામાં આવે છે.જે અંતર્ગત ગત રોજ બુધવાર ના દિવસે નિરીક્ષણ કરવા નડિયાદ થી એસઆરપી ગ્રુપ કમાન્ડર પીઆઇ જી.આર.પટેલ આવ્યા હતા.તેમના રાત્રી રોકાણ માટે પાવાગઢ ખાતે ફરજ બજાવતા પોલીસ જવાને પાવાગઢ તળેટી માં આવેલ શિવ શક્તિ નિવાસ ધર્મશાળામાં રૂમ રાખી હતી. તેઓ સાંજે રૂમ પર પોહચી થોડો આરામ કાર્ય બાદ રાત્રી ભોજન માટે સાથી કર્મચારી ટીફીન આપવા આવ્યા હતા. ત્યારે તેમની સાથે બીજા દિવસ ની કામગીરી બાબતે ચર્ચા કરી સાથી જવાનો તેમની રૂમ પરથી જતા રહ્યા હતા.આજે ગુરુવાર ની વહેલી સવારે નડિયાદ થી આવેલા એસઆરપી ગ્રુપ કમાન્ડર પીઆઇ જી.આર.પટેલ ની રૂમ નો દરવાજો અડધો ખુલ્લો અને જમીન પર પડેલા ઈસમને સામેની રૂમ માં રોકયાંરેલ યાત્રીકે જોતા ધર્મશાળાના વહીવટ કર્તાને જાણ કરતા તેઓ દોડી આવ્યા હતા.અને આ બનાવ અંગે પાવાગઢ પોલીસ અને એસઆરપી જવાનો ને કરતા તેઓ બનાવ સ્થળે દોડી આવ્યા હતા.રાત્રે સાથી કર્મચારી રૂમ પર થી ગયા પછી શું બન્યું તેમનું મોત કેવી રીતે નીપજ્યું તે એક રહસ્ય બની ગયું છે.જોકે તે રૂમ માં સાથી કર્મચારી એ આપેલ ટિફિન તેમજ પ્લાસ્ટિક થેલીમાં ફ્રૂટ તેમજ પાણી ની બોટલ હતી.પાવાગઢ પોલીસે અકસ્માત મોત નો ગુનો નોંધી તેમના મૃતદેહ ને હાલોલ રેફરલ હોસ્પીટલ ખાતે પીએમ કરવી આગળ ની કાર્યવાહી હાથધરી છે.

 

Back to top button
error: Content is protected !!