KALOL(Panchamahal)PANCHMAHAL

મહેલોલ ગામે સામાન હટાવવાની નજીવી બાબતે કૌટુંબીક કાકા કાકીને માર મારતા ભત્રીજાઓ પોલીસે તપાસ હાથ ધરી.

 

તારીખ ૦૪/૦૫/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ગોધરાના મહેલોલ ગામમાં આવેલા ઠાકોર ફળિયામાં રહેતા મીનાક્ષીબેન યોગેન્દ્રસિંહ વીરપુરા દ્વારા નોંધાવેલ ફરીયાદની વિગત મુજબ તેઓના કુટુંબના ત્રણ મકાન છે અને તેમના એક મકાનમાં તેઓ બીજા મકાનમાં વિધવા સાસુ અને ત્રીજા મકાનમાં જેઠ સિધ્ધરાજસિંહ રહે છે તેઓના જેઠ સિધ્ધરાજસિંહે તેમના પતિને જણાવેલ કે તમો આ મકાન ખાલી કરી બીજા મકાનમાં રહેવા જતા રહો જેથી શનિવારે બપોરે ફરિયાદી અને તેમના પતિ યોગેન્દ્રસિંહ મકાને જઈ સાફ સફાઈ કરતા હતા ત્યારે સંડાશ બાથરૂમમાં સામાન ભરેલો હતો અને પાણીના ફુવારા ના નળ કાઢી નાખેલા હતા જેથી જેઠના ઘરે કહેવા જતા જેઠાણી માયાબેન અને બન્ને ભત્રીજાઓ જયપાલસિંહ અને શિવરાજસિંહ ઉશ્કેરાઈ જઈને સમય મળે તો સામાન કાઢી લઇશું ફુવારાના નળ કોણ કાઢી ગયુ તે અમોને ખબર નથી તમે અમને કહેવા કેમ આવ્યા તેમ કહી ગંદી ગાળો બોલી ભત્રીજાઓએ કાકા યોગેન્દ્રસિંહને પકડી પાડી ગડદા પાટુનો માર માર્યો છોડાવવા પડનાર કાકીને શિવરાજસિહે લાકડાનું બેટ લઈ નાક પર અને ખભા તેમજ માથાના ભાગે મારી દીધેલ જેઠાણી માયાબેને ફરિયાદી દેરાણી ને ગડદા પાટુનો માર માર્યો સમગ્ર મામલે વેજલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!