KALOL(Panchamahal)PANCHMAHAL

આધુનિક ભારતના સ્વપ્નદ્રષ્ટા સ્વ.રાજીવ ગાંધીની પુણ્યતિથિએ કાલોલ કોંગ્રેસ પરિવારે અર્પી પુષ્પાંજલિ.

 

તારીખ ૨૧/૦૫/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

આધુનિક ભારતના ઘડવૈયા અને ૨૧મી સદીના સ્વપ્નદ્રષ્ટા ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે આજે તારીખ ૨૧/૦૫/૨૦૨૬ નાં ગુરુવારના રોજ કાલોલ શહેર અને તાલુકા કોંગ્રેસ પરિવાર દ્વારા પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં કાલોલ સરદાર ભવન કોંગ્રેસ હાઉસ ખાતે સવારે ૧૧:૦૦ વાગ્યે યોજાયેલ આ કાર્યક્રમમાં સ્વ. રાજીવજીની તસવીરને પુષ્પ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. જ્યાં ઉપસ્થિત આગેવાનોએ રાજીવ ગાંધીના દેશના વિકાસમાં આપેલા યોગદાનને યાદ કર્યું હતું.આ પ્રસંગે કાલોલ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભૂપેન્દ્રસિંહ ખેર, પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ નરવતસિંહ પરમાર, તાલુકા કોંગ્રેસ મહામંત્રી કિરણભાઈ પરમાર, વિપુલભાઈ રાઠોડ, કાલોલ શહેર કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ ગજેન્દ્રસિંહ ઠાકોર, ગનીભાઈ મન્સૂરી, લક્ષ્મણસિંહ ચૌહાણ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં કાર્યક્રમના અંતે કાલોલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ દ્વારા ઉપસ્થિત તમામ મિત્રોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Back to top button
error: Content is protected !!