PANCHMAHALSHEHERA

પરીક્ષા કેન્દ્રોની ચર્તુદિશાની ચોતરફ ૧૦૦ મીટરની ત્રિજયામાં વાજીંત્ર, ભૂંગળા, લાઉડસ્પીકર રેડીયો, ઓડીયો પ્લેયર્સ જેવા ઉપકરણો વગાડવા પર પ્રતિબંધ

તા.૪ મે,૨૦૨૫ ના રોજ યોજાનાર NEET Exam અન્વયે જાહેરનામું પ્રસિધ્ધ*

 

પંચમહાલ ગોધરા

નિલેશભાઈ દરજી શહેરા

પંચમહાલ જિલ્લા ખાતે NEET Exam-2025 તL૦૪/૦૫/૨૦૨૫ ને રવિવારના રોજ યોજાનાર છે. સદર પરીક્ષા કેન્દ્રો ખાતે પરિક્ષાર્થીઓને પરીક્ષા દરમ્યાન પરીક્ષાર્થીઓને ખલેલ ન પહોંચે અને તેઓ શાંતિપૂર્વક રીતે પરીક્ષા આપી શકે તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી જે.જે.પટેલ એ તેમને મળેલ અધિકારની રૂએ કુલ-૦૪ પરીક્ષા કેન્દ્રોની ચર્તુદિશાની ચોતરફ ૧૦૦ મીટરની ત્રિજયામાં આવેલ તમામ મકાનો, જગ્યા, સ્થળ અને વિસ્તારોમાં તા.૦૪/૦૫/૨૦૨૫ ને રવિવારના રોજ સવારના ૧૧-૦૦ કલાકથી સાંજના ૧૮-૦૦ સુધીના સમયગાળા દરમ્યાન રસ્તામાં અથવા સાર્વજનિક જગ્યાઓમાં અથવા તેની નજીકમાં વાજીંત્ર, ભૂંગળા, લાઉડસ્પીકર રેડીયો, ઓડીયો પ્લેયર્સ જેવા ઉપકરણો અથવા ઘોઘાંટ કરે તેવા બીજા સાઘનો વગાડવા પર પ્રતિબંધ/મનાઈ ફરમાવી છે.
આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શખ્સ શિક્ષાને પાત્ર થશે.
************

Back to top button
error: Content is protected !!