KALOL(Panchamahal)PANCHMAHAL

સંસ્કારી નગરી વડોદરા ખાતે ટીંબાગામ શાળાના આચાર્યનું ગુજરાત ગૌરવ એવોર્ડથી સન્માન.

 

તારીખ ૧૮/૦૪/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

પંચમહાલ જિલ્લાની ગોધરા તાલુકાની ટીંબાગામ પ્રાથમિક શાળાના આચાર્ય સતીશકુમાર પ્રજાપતિ નું આજરોજ સંસ્કારી નગરી વડોદરા ખાતે ગુજરાત સીને મીડિયા પરિવાર દ્રારા ગુજરાત ના વિવિધ ક્ષેત્ર માં જેમને પોતાની પ્રતિભા પ્રાપ્ત કરી છે તેવા તમામ વ્યક્તિઓનું એકજ સ્ટેજ પરથી સન્માન કરવામાં આવ્યું જેમાં મારી શિક્ષણ ક્ષેત્રે કરેલ કાર્ય તેમજ બાળકો માટે નીત નવા પ્રયોગો દ્રારા શિક્ષણ અને શાળાની અનેકવિધ સિદ્ધિઓ માટે ” ગુજરાત ગૌરવ ટેલેન્ટ એવોર્ડ -2026 માટે પસંદગી કરવામાં આવી હતી. ગુજરાત યૂટ્યૂબ માં હાસ્યની કોમેડી માં ધૂમ મચાવનાર કલાકાર જીતુભાઇ પંડ્યા ના વરદ હસ્તે ટ્રોફી, પ્રમાણપત્ર અને મેડલ દ્રારા સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માન વિષે શાળાના આચાર્ય સતીષભાઈ એ જણાવ્યું હતું કે આ સન્માન ના સાચા હકદાર એવા મારા બાલદેવો અને મારા સાથી મિત્રોને આ સન્માન અર્પણ કરતાં આનંદ અનુભવું છું.

Back to top button
error: Content is protected !!