KALOL(Panchamahal)PANCHMAHAL

સદભાવના મિશન ક્લાસ ગોધરામાં મતદાર જાગૃતિ અભિયાન એક સંદેશ થીમ પર ચિત્રકલા.

 

તારીખ ૧૭/૦૪/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

પંચમહાલ જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તથા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ આવનારી તારીખ ૨૬ એપ્રિલ, ૨૦૨૬ રવિવારના રોજ યોજાનાર છે ત્યારે લોકશાહીનો પાયો મજબૂત બનાવવા માટે વધુમાં વધુ મતદારો મતદાનમાં ભાગ લે તે અત્યંત આવશ્યક છે.આ હેતુસર સદભાવના મિશન ક્લાસ બહારપૂરા ગોધરામા મફત શિક્ષણ કોચિંગ ક્લાસ અભ્યાસ કરતા ૧૬૦ થી વધુ વિદ્યાર્થીઓએ મતદાર જાગૃતિ માટે વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ખાસ કરીને જિલ્લામાં એક માત્ર મફત છેલ્લાં ૧૬ વર્ષોથી શિક્ષણ કોચિંગ ક્લાસના વિદ્યાર્થીઓ મારફતે જનજાગૃતિ લાવવાનો અનોખો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને ગરીબ તેમજ મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ દ્વારા મતદાર જાગૃતિ અભિયાન ચિત્ર સ્પર્ધા દ્વારા તમામ દેશના નાગરિકોને એક સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે.

સદભાવના મિશન ક્લાસ બહારપૂરા ગોધરાના ગરીબ અને મધ્યમ વર્ગના નાના બાળકો પોતાના ગામ કે શહેરમાં મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત માટેના વિવિધ સંદેશાઓ સાથે ગ્રામજનોને મતદાન માટે પ્રેરિત કરી રહ્યા છે. નાગરિકો લોકશાહીના આ મહાપર્વમાં સક્રિય ભાગ લઈ પોતાના મતાધિકારનો અવશ્ય ઉપયોગ કરે અને નિષ્પક્ષ, નિર્ભય અને શાંતિપૂર્ણ મતદાન માટે સહકાર આપે તેવી અપીલ કરી રહ્યા છે.

આ પ્રવૃત્તિઓના માધ્યમથી વિદ્યાર્થીઓમાં નાગરિક જવાબદારીનો ભાવ વિકસે છે, તેઓ પોતાના માતા-પિતા અને સમાજને મતદાન માટે પ્રોત્સાહિત કરે છે. આ રીતે સદભાવના મિશન ક્લાસ ગોધરાના બાળકોએ મતદાર જાગૃતિના મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે ઉભરી રહી છે અને દરેક બાળકોએ તેમના ગામ કે શહેરમાં અમારા માતા પિતાને મતદાર માટે જાગૃત થવા અને કરાવવા અમે તમારા સદભાવના મિશન ક્લાસ બહારપૂરા ગોધરાના બાળકો અને શિક્ષક ઈમરાનભાઇ સપથ લઈએ છીએ.

સદભાવના મિશન ક્લાસ બહારપૂરા ગોધરાના સ્થાપક અને સંચાલક લારા હોસ્પિટલના ખ્યાતનામ એવા ડૉ સુજાત વલી અને ૧૬ વર્ષથી મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતા શિક્ષક ઈમરાનભાઇ તથા તમામ બાળકોએ મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત એક સંદેશ થિમ પર ચિત્ર સ્પર્ધા દ્રારા સંદેશ તમામ દેશવાસીઓને મતદારોને મતદાન દિવસે અવશ્યક મતદાન કરવા માટે અપીલ કરી છે.

Back to top button
error: Content is protected !!