PANCHMAHALSHEHERA

ગોધરા ખાતે SGFI શાળાકીય રાજયકક્ષાની અં-૧૯ (ભાઇઓ) એથ્લેટીક્સ સ્પર્ધા યોજાઇ

પંચમહાલ ગોધરા

નિલેશભાઈ દરજી શહેરા

*પંચમહાલ, શનિવાર ::*

રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ,ગાંધીનગર અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત,ગાંધીનગર તથા જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, પંચમહાલ સંચાલિત (SGFI) શાળાકીય રાજયકક્ષાની અંડર-૧૭ તથા અં-૧૯ એથ્લેટીકસ સ્પર્ધાઓનું ભાઇઓ તથા બહેનો માટે જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, કનેલાવ તળાવ, ગોધરા પંચમહાલ ખાતે તા.૦૭ નવેમ્બરથી તા.૧૫ નવેમ્બર સુધી દિવસો દરમ્યાન આયોજન કરવામાં આવ્યુ છે.
જે અંતર્ગત રાજયકક્ષાની અં-૧૯ ભાઇઓ માટેની એથ્લેટીક્સ સ્પર્ધા તા.૦૭/૧૧/૨૦૨૪ થી ૦૯/૧૧/૨૦૨૪ દરમિયાન જિલ્લા પ્રશિક્ષણ કેંદ્ર કનેલાવ, ગોધરા પંચમહાલ ખાતે યોજાઇ હતી. જેમાં ગુજરાત રાજયના વિવિધ જિલ્લા અને મહાનગર પાલિકાના તથા ૪ એકેડમીના મળી એમ કુલ ૪૫ સ્થળોએથી અંદાજીત ૬૪૮ જેટલા ખેલાડી ભાઇઓએ ભાગ લીધો હતો. જેમાં વિજેતા થયેલ ખેલાડી રાષ્ટ્રક્ષાની સ્પર્ધામાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધીત્વ કરશે. આ સ્પર્ધાનું જિલ્લા ખાતે જિલ્લા રમત ગમત અધીકારી કુ.મયુરબાળા ગોહીલ, રાજ્ય એથ્લેટીક્સ એસોસીયેશન અને જિલ્લાના વ્યાયામ શીક્ષકોના દ્વારા આયોજન કરાયું હતું.

Back to top button
error: Content is protected !!