AHAVADANG

ડાંગ: સાપુતારા મ્યુઝિયમ ખાતે ‘પૃથ્વી દિવસ’ની ઉજવણી કરાઇ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ, ગુજરાત રાજ્યની નિયામકશ્રી પુરાતત્વ અને સંગ્રહાલયની કચેરી, ગાંધીનગરના તાબા હેઠળના સાપુતારા મ્યુઝિયમ ખાતે ગત તા.22 એપ્રિલ 2023ના રોજ પૃથ્વી દિવસ (અર્થ ડે)ની ઉજવણીનુ આયોજન કરવામા આવ્યુ હતુ.પર્યાવરણના સંરક્ષણ અને જાળવણી માટે લોકોને જાગૃત કરવા માટે ‘પૃથ્વી દિવસ’ની ઉજવણી કરવામા આવે છે.

પૃથ્વી દિવસની ઉજવણી પ્રસંગે સાપુતારા મ્યુઝિયમમા શાળાના વિદ્યાર્થીનીઓ માટે ક્રાફ્ટ વર્કશોપનુ આયોજન કરવામા આવ્યુ હતુ. જેમા વધતી જતી ગ્લોબલ વોર્મિંગની સમસ્યાઓના નિરાકરણ માટે, રીડયુસ, રીયુઝ અને રીસાઈકલના ધ્યેય સાથે પૃથ્વીનુ ભવિષ્ય જળવાઈ રહે, અને પૃથ્વીના સંરક્ષણ માટેના રીડ્યુસ, રીયુઝ અને રીસાઈકલના પ્રયાસ આપણે કરી શકીએ તે અંગે વિસ્તૃત સમજ આપવામા આવી હતી.

ક્રાફ્ટ વર્કશોપ અંતર્ગત નકામી વસ્તુઓ તેમજ સ્કેપમા જતી વસ્તુઓમાંથી ઉપયોગી વસ્તુઓ બનાવીને, શાળાની વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહિત કરવામા આવી હતી. સાથે જ પૃથ્વી પર મનુષ્યના ભવિષ્યના જીવન માટે શુદ્ધ વાતાવરણ અને જીવવા લાયક પર્યાવરણ મળી રહે તે માટે ફૂલઝાડ અને વનસ્પતિના વાવેતરનુ મહત્વ સમજવી કુલઝાડ રોપીને પૃથ્વીના પર્યાવરણને જાળવી રાખવાનો સંકલ્પ કરવામા આવ્યો હતો.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!