હાલોલ- કંજરી ગામના યુવકની લાશ ખાખરીયા ગેટ પાસેથી મળી આવી,બે દિવસ પહેલા કેનાલમાં ઝંપલાવ્યુ હતુ.
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૬.૧૧.૨૦૨૪
હાલોલ નગરના ઉલ્લાસ નગર માં રહી પાણી નો વેપાર કરતા કંજરી ગામના યુવકે બે દિવસ પહેલા નર્મદા ની મુખ્ય નહેરમાં પડતું મૂક્યું હતું.હાલોલ,કાલોલ અને વડોદરા ફાયર ટીમ સાથે એનડીઆરએફની ટીમો દ્વારા યુવક ની શોધખોળ આદરી હતી.આજે શનીવારે બપોરે યુવક નો મૃતદેહ સાવલી રોડ ઉપર આવેલા ખાખરીયા નજીક થી પસાર થતી કેનાલમાં મળી આવ્યો હતો.હાલોલ ના ઉલ્લાસ નગર માં રહેતા અને પીવાના શુદ્ધ પાણી નો આરઓ પ્લાન્ટ ચલાવતા કંજરી ગામના પરિણીત યુવક પલક મેહતા એ ગુરુવારે નર્મદા ની નહેરમાં પડતું મૂક્યું હતું. સતત બે દિવસ થી હાલોલ, કાલોલ તેમજ વડોદરા ની ફાયર ટીમો સાથે એનડીઆરએફની ટીમ દ્વારા તેની નર્મદાની મુખ્ય નહેરમાં શોધખોળ કરવામાં આવી રહી હતી.પિતા મૃત્યુ પછી યુવક માતા સાથે રહેતો હતો અને લગ્ન પછી હાલોલ ના ઉલ્લાસ નગર માં રહી આરઓ પ્લાન્ટ ચલાવી પીવાના પાણી ના જગ નો વેપાર કરતો હતો.નાની દીકરી અને પત્ની ને મૂકી તે નહેર માં કેમ કુદયો તે રહસ્ય યુવક સાથે નહેરના પાણીમાં ગરકાવ થઈ ગયું છે.સ તત બે દિવસ થી તરવૈયાઓ સાથે બોટ લઈ યુવક ને શોધવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા. ત્યારે આજે બપોરે કાલોલ ના શક્તિપૂરા તરફ જતી નહેર ઉપર સાવલી રોડ ના ખાખરીયા બ્રિજ નજીક તેનો મૃતદેહ મળી આવ્યો છે.પોલીસે સ્થળ પંચકયાસ કરી યુવક ના મૃતદેહ ને પીએમ અર્થે સરકારી હોસ્પિટલ મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી છે.