હાલોલ નગર પાલિકા ખાતે વહીવટદારનો વિદાય અને નવા ચૂંટાયેલા સદસ્યોનો સ્નેહમિલન સમારોહ ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારની ઉપસ્થિતિમાં યોજાયો
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૭.૪.૨૦૨૫
હાલોલ નગર પાલિકાના ગાર્ડન ખાતે હાલોલ નગર પાલિકા દ્વારા હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમારની ઉપસ્થિતિમાં વહીવટદારનો વિદાય અને નવા ચૂંટાયેલા સદસ્યોનો આવકાર સાથે સ્નેહમિલન સમારોહ સોમવારના રોજ યોજાયો હતો. જેમાં હાલોલ નગર પાલિકા દ્વારા પાછલા બે વર્ષના સુશાસન ની ગાથા નગર પાલિકા ચીફ ઓફિસર હિરલબેન ઠાકર દ્વારા રજુ કરવામાં આવી હતી.જ્યારે ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમાર દ્વારા વહીવટદાર અને પ્રાંત અધિકારી પ્રણવ વિઠ્ઠાણી તેમજ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકરની કામગીરી ને બીરદાવી હતી. આ પ્રસંગે પંચમહાલ જિલ્લા સહકારી સંઘના ડિરેક્ટર મયુરધ્વજસિંહજી પરમાર, હાલોલ શહેર ભાજપા પ્રમુખ હરીશભાઈ ભરવાડ,હાલોલ નગર પાલિકા પ્રમુખ નિશાબેન દેસાઈ, ઉપપ્રમુખ ડૉ.સંજયભાઈ પટેલ, કારોબારી અધ્યક્ષ પ્રમોદસિંહ રાઠોડ, પક્ષના નેતા અરવિંદસિંહ પરમાર, દંડક અલકાબેન પંચાલ, મહામંત્રી રવિન્દ્ર ઠાકોર,હાલોલ નગર પાલિકા બ્રાન્ડ એમ્બેસેડર કલ્પનાબેન જોષીપુરા સહિત નગર પાલિકા સદસ્યો અને નગર પાલિકાના તમામ કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.