અન્નપૂર્ણા ટ્રસ્ટ ગોધરા ખાતે કવિ મિલન યોજાયું
સંવિધાનના ઘડવૈયા ડૉ આંબેડકરની જન્મ જયંતીના દિવસે યાદ કરીને કાર્યક્રમનો શુંભારમ કર્યો
પંચમહાલ શહેરા
…………………………………………………….
નિલેશભાઈ દરજી શહેરા
પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે સંસ્કાર ભારતી પંચમહલ દ્વારા બંધારણના ઘડવૈયા ડૉ બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતીના દિવસે નાટ્યશાસ્ત્રના લેખક ભરતમુનિની જન્મ જયંતીના ઉપલબ્ધમાં કવિમિલન સમારોહ પંચમહાલની જાણીતી સેવાભાવી સંસ્થા અન્નપૂર્ણા ટ્રસ્ટના હોલમાં ભારે દબદબાપેર સંપન્ન થયો, કાર્યક્રમમાં ગોધરાના નામે કવિઓ સર્વશ્રી નરેન્દ્રભાઈ જોશી, દિલીપસિંહ પુવાર, જયદિપસિંહ પુવાર, મહેશ પટેલ, મહેન્દ્ર પરમાર ફોરમ, વનરાજ સોલંકી, ઝલક પટેલ, ઉર્વશી ગોહિલ, નીતાબેન ઉપાધ્યાય, દશરથસિંહ સોલંકી અને પૂર્ણિમાબેન ઉપાધ્યાયે પોતાની ચુનંદા રચનાઓ રજૂ કરી શ્રોતાઓને મંત્રમુક્ત કર્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્ય સ્થાનેથી બોલતા ડોક્ટર જે એન શાસ્ત્રીએ ડૉ બાબાસાહેબ આંબેડકર અને ભરતમુનિની દેશ માટેની તેમની સેવાઓને યાદ કરીને તેમના જીવન કવન વિશે પ્રકાશ પાડ્યો હતો. આ કવિમિલન કાર્યક્રમમાં જિલ્લાના સંઘચાલક શ્રી રાજેશભાઈ જોશી, સંસ્કાર ભારતીના મહામંત્રી ગોપાલ એટલ સહિત મોટી સંખ્યામાં જિલ્લાના વિવિધ સંસ્થાઓના આગેવાનો, શ્રોતાઓ અને રસિક લોકો ઉપસ્થિત રહ્યા હતા. કવિમિલન સમારોહનું સંચાલન જાણીતા સાહિત્યકાર ડૉ કુમાર જૈમિનિ શાસ્ત્રી કર્યું હતું.
આ પ્રસંગે અન્નપૂર્ણા ટ્રસ્ટના હોદ્દેદારો અને સંસ્કાર ભારતી ના તમામ હોદ્દેદારોએ ઉપસ્થિત રહીને કાર્યક્રમની સફળતા માટે જહેમત ઉઠાવી હતી.