KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ હાઇવે રોડ પર દબાણ કરનાર લસ્સી સેન્ટરના સંચાલક સામે પોલીસની લાલ આંખ, ગુનો નોંધી અટકાયત કરી.

 

તારીખ ૦૫/૦૫/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ ટાઉન પોલીસે રવિવારે ટ્રાફિક વ્યવસ્થામાં અડચણ ઉભી કરનારા તત્વો સામે કડક ઝુંબેશ હાથ ધરી હતી. જેમાં બસ સ્ટેન્ડ જેવા વ્યસ્ત વિસ્તારમાં જાહેર રોડ પર દબાણ કરી રાહદારીઓ અને વાહનચાલકો માટે મુશ્કેલી સર્જનાર ‘શ્રી ક્રિષ્ણા લસ્સી’ સેન્ટરના સંચાલક સામે ગુનો નોંધી અટકાયત કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, કાલોલ પોલીસ સ્ટેશનના અ.પો.કો. વિજયકુમાર રેવજીભાઇ અને તેમની ટીમ ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે કાલોલ બસ સ્ટેન્ડની સામે હાઇવે રોડ પાસે આવેલી શ્રી ક્રિષ્ણા લસ્સીની દુકાનના સંચાલકે જાહેર માર્ગ પર દબાણ કર્યું હોવાનું ધ્યાને આવ્યું હતું. આ દબાણને કારણે રસ્તા પરથી પસાર થતા રાહદારીઓ અને વાહનોના અવરજવરમાં ભારે અડચણ પેદા થઈ રહી હતી.ત્યારે પોલીસે પંચોની હાજરીમાં તપાસ હાથ ધરી દુકાનદારનું નામ પૂછતા તેણે પોતાનું નામ રાકેશકુમાર ડાહયાભાઇ રાણા, ઉંમર 50, રહે. કાલોલ તળાવ પાસે હોવાનું જણાવ્યું હતું. જાહેર રોડ પર ટ્રાફિક જામ કરવા બાબતે પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ ન મળતા પોલીસે તેની અટકાયત કરી હતી અને પોલીસે આરોપી રાકેશકુમાર રાણા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023 ની કલમ 285 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કાલોલ શહેરમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા અને જાહેર માર્ગો ખુલ્લા રાખવા માટે પોલીસ સતત કાર્ય કરી રહી છે.

 

Back to top button
error: Content is protected !!