હાલોલના ધાબાડુંગરી પાસેની સરકારી જમીન પરનું દબાણ પાલિકા દ્વારા દૂર કરાયુ

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૬.૧૦.૨૦૨૪
હાલોલના ધાબાડુંગરી પાસે આવેલી હાલોલ નગર પાલિકાની રે.સર્વે.નંબર ૭૦૮ વાળી સરકારી પડતર ચાર વિગા જેટલી જમીન પર થયેલ દબાણો પાલિકા દ્વારા દૂર કરાયા હતા.હાલોલ નગર પાલિકાની સરકારી પડતર જમીન પર કેટલાક લોકોએ દબાણ કર્યા હોવાની જાણકારી પાલિકાના ચીફ ઓફિસરને થતા તેઓએ સ્થળ પર તપાસ કરતા હાલોલ ના પાવાગઢ રોડ પર ધાબાડુંગરી પાસે આવેલી ચાર વિગા જેટલી રે.સર્વે.નંબર ૭૦૮ વાળી સરકારી પડતર જમીન માં બાજુના સર્વે નંબર વાળા ખેડૂતે ગેર કાયદેસર કાચું છાપરું બનાવ્યું હતું. અને ત્યાં પાકું બાંધકામ કરવાની પેરવીમાં હતા. જેને લઇ શનિવારના રોજ હાલોલ નગર પાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકર સહીત પાલિકાની ટીમ જેતે જગ્યા ઉપર પોહચી સ્થળ તપાસ કરી ગેરકાયદેસર દબાણો દૂર કર્યા હતા.જોકે પાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકર સાથે વાત કરતા જણાવ્યું હતું કે પાલિકાની રે.સર્વે.નંબર ૭૦૮ વાળી સરકારી પડતર ચાર વિગા જેટલી જમીન પર થયેલ દબાણો જેસીબી થી દૂર કાર્ય છે.અને આ જગ્યા ઉપર વિવિધ પ્રકારના ૪૦૦૦ જેટલા વૃક્ષોવાવી વન કવચ બનાવામાં આવશે.તદુપરાંત ગઝીબો તેમજ સહેલાની ઓને ફરવા લાયક સ્થળ ઉભું કરવામાં આવશે.તેમ જણાવ્યું હતું.











