હાલોલ- ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામો જાહેર થતાં કહી ખુશી અને કહીં ગમનો માહોલ
રિપોર્ટર. કાદિર દાઢી. હાલોલ
તા.૨૫.૬.૨૦૨૫
હાલોલ તાલુકાની ૧૦, સામાન્ય અને ૨ પેટ સરપંચ પદ માટે રવિવાર યોજાયેલ ચૂંટણી માં બુધવાર ના રોજ મત ગણતરી હાલોલ પોલિટેકનિક કોલેજ ખાતે હાથ ધરાતા ચૂંટણી લડતા ઉમેદવારોના ટેકેદારો મત ગણતરી કેન્દ્રની બહાર વરસાદની પરવા કર્યા વિના મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. જ્યારે ચૂંટણીના પરિણામ જેમ જેમ આવતા ગયા તેમ તેમ ઉમેદવારોમાં પરિણામને લઈને કહી ખુશી કહી ગમ જેવા દ્રશ્યો જોવા મળતા હતા. મોડીસાંજ સુધી મત ગણતરી ચાલુ રહેવા પામી હતી.મત ગણતરી બાદ તાલુકાના ઢીંકવા,ખાતે સરપંચ તરીકે કિરણસિંહ ગણપતસિંહ પરમાર, ધારીયા ખાતે ઉષાબેન ચીમનભાઈ નાયક, કાકરા ડુંગરી ખાતે ભાવનાબેન ધર્મેન્દ્રસિંહ પરમાર,જેપુરા ખાતે ઉર્મિલાબેન ધર્મેન્દ્રસિંહ નાયક, વાસેતી ખાતે લક્ષ્મણભાઈ લલ્લુભાઈ નાયક, મોટી ઉભરવણ ખાતે વિક્રમસિંહ મોહનસિંહ પરમાર તેમજ ચાંપાનેર ખાતે કુંવરબેન રવાભાઈ ચારણ સરપંચ તરીકે મત ગણતરી બાદ વિજેતા જાહેર કરવામાં આવ્યા છે.હાલોલ તાલુકાની ૩૧, ગ્રામ પંચાયતોની જાહેર થયેલી ચૂંટણીમાં એક સામાન્ય ગ્રામ પંચાયત રામેશરા બિનહરીફ સમરસ વિજેતા જાહેર થતા હાલોલ તાલુકાનું ગ્રામ્ય વિસ્તારનું વેપારી મથક એવા રામેશરા ગામમાં છેલ્લી ત્રણ ટર્મથી એટલે કે સને ૨૦૧૨, ૨૦૧૭ તેમજ ૨૦૨૫ ની ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીઓ બિનહરીફ સમરસ વિજેતા બની હતી.જ્યારે સરપંચોની પેટા ચૂંટણી ચાર ગ્રામ પંચાયતોમાં હતી. તે પૈકી ટાઢોડિયા માં જગદીશ કુમાર શિવાભાઈ તડવી સરપંચ તરીકે બિનહરીફ વિજેતા જાહેર થયા છે.તે જ રીતે ટીંબી માં માનસિંહભાઈ રઘાભાઈ રાઠોડ સરપંચ તરીકે બિનહરીફ વિજેતા જાહેર થયા છે.જ્યારે ચંદ્રપુરા ગ્રામ પંચાયત માં છેલ્લી ત્રણ ટર્મથી એટલે કે ૧૫, વર્ષથી સરપંચની બેઠક અનુસૂચિત આદિજાતિની જાહેર કરવાની લઈને ચંદ્રપુરા ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીઓના ઉમેદવારી પત્રો એક પણ વ્યક્તિ દ્વારા નહીં ભરીને ચૂંટણી બહિષ્કાર કરવામાં આવ્યો છે.