KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ કોંગ્રેસ સમિતિની બેઠક સરદાર હોલ ખાતે યોજાઈ.તાજેતરમાં યોજાયેલ ચૂંટણીના પરિણામોની ચર્ચા કરાઈ

 

તારીખ ૨૩/૦૨/૨૯૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલના સરદાર ભવન ખાતે રવિવારના રોજ કાલોલ તાલુકા કોંગ્રેસ સમિતિ તેમજ શહેર કોંગ્રેસ સમિતિની બેઠક મળી તેમાં તમામ હોદ્દેદારો અને ઉમેદવારો હાજર રહ્યા હતા કાલોલ નગરપાલિકાની તાજેતરમાં યોજાયેલ ચૂંટણીના પરિણામોની ચર્ચા વિચારણા કરી ચૂંટણીમાં કઈ બાબતની કચાસ રહી ગઈ તે અંગેની વિસ્તૃત ચર્ચા કરી આગામી સમયમાં આ બાબતે શું આયોજન કરવાનું તેનું પણ માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું જેમાં કાલોલ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભૂપેન્દ્રસિંહ ખેર સહિત કોંગ્રેસના હોદ્દેદારો પ્રદીપસિંહ પરમાર, રાજેન્દ્રસિંહ જાદવ,નરવતસિંહ પરમાર, કિરણભાઈ પરમાર,વકીલ વિપુલભાઈ રાઠોડ,અશોકભાઈ ઉપાધ્યાય,ગનીભાઈ મન્સૂરી,ગજેન્દ્રસિંહ ઠાકોર સહિત કોંગ્રેસ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!