KALOL(Panchamahal)PANCHMAHAL

જીલ્લા પેરોલ ફ્લો સ્ક્વોડની મોટી સફળતા: પશુ સંરક્ષણ કેસમાં વોન્ટેડ આરોપી દહેજ થી કરી ધરપકડ..

 

તારીખ ૦૫/૦૭/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

પંચમહાલ જિલ્લાની પેરોલ ફ્લો સ્ક્વોર્ડને એક મોટી સફળતા મળી છે. વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા પશુ સંરક્ષણ અને પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ હેઠળના ગુનામાં લાંબા સમયથી નાસતા ફરતા આરોપીને પોલીસે ટેકનિકલ એનાલીસીસ અને હ્યુમન સોર્સીસની મદદથી ભરૂચ જિલ્લાના દહેજ ખાતેથી ઝડપી પાડ્યો છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એ.વાઘેલા અને પો.સ.ઇ. બી.એમ.રાઠોડની આગેવાનીમાં પેરોલ ફ્લો સ્ક્વોર્ડ, પંચમહાલની ટીમ કાર્યરત હતી.

પોલીસ સ્ટાફના એ.એસ.આઇ.ને ચોક્કસ બાતમી હકીકત મળી હતી કે, વેજલપુર પોલીસ સ્ટેશનના ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ ૨૦૧૭ અને ધી પ્રાણી ક્રૂરતા અધિનિયમ ૧૯૬૦ નો નાસતો ફરતો આરોપી નરેન્દ્રસિંહ રણજીતસિંહ પરમાર (રહે. વ્યાસડા, મોટું ફળિયું, તા. કાલોલ, જી. પંચમહાલ) હાલ વાગરા તાલુકાના દહેજ ખાતે આવેલ એશીયન ઓઇલ પેઇન્ટ કંપનીમાં મજૂરી કામ કરી રહ્યો છે.આ ચોક્કસ બાતમીના આધારે પેરોલ ફ્લો પોલીસ સ્ટાફના માણસોએ તાત્કાલિક તપાસ હાથ ધરી મોજે-દહેજ, એશીયન ઓઇલ પેઇન્ટ કંપની (તા. વાગરા, જી. ભરૂચ) મુકામેથી આરોપી નરેન્દ્રસિંહ પરમારને હસ્તગત કર્યો હતો. પોલીસ દ્વારા આરોપીની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવા માટે તેને વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો છે.

Back to top button
error: Content is protected !!