ગોધરા:- સ્વચ્છતા હી સેવા 2024 અંતર્ગત સ્વચ્છતા અભિયાનનું કોલેજ ખાતે આયોજન થયું
વર્ગ 4 ના કર્મચારીઓનો સન્માન સમારંભ યોજાયો- સમાજમાં પોઝિટિવ સંદેશો આપ્યો
પંચમહાલ ગોધરા:-
નિલેશભાઈ દરજી શહેરા
આજરોજ ગોધરાની જાણીતી શેઠ પીટી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે સ્વચ્છતા અભિયાનની કામગીરી હાથ ધરાઈ હતી. સરકારશ્રીના આદેશ મુજબ એનએસએસ વિભાગ દ્વારા મોટી સંખ્યામાં સ્વયંસેવકોની હાજરીમાં તેમજ સ્ટાફ મેમ્બર ના ઉત્સાહ સાથે સ્વચ્છતા અભિયાન યોજાયું હતું. જેમાં વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉમંગપૂર્વક ભાગ લીધો હતો અને કોલેજમાં સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું. ખાસ આ દિવસે વર્ગ ૪ ના કર્મચારીઓ કે જેઓ સતત કોલેજમાં પોતાની સેવા આપતા હોય છે તેમનું સન્માન કરવાનું પણ આયોજન થયું હતું. આ પ્રકારના આયોજનથી વર્ગ ચાર ના કર્મચારીઓ ભાવવિભોર બન્યા હતા અને વિદ્યાર્થીઓએ તાળીઓના ગળગળાટથી તેમને વધાવી લીધા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે કોલેજમાં સૌપ્રથમ વખત વર્ગ ચાર ના કર્મચારીઓનું સન્માન યોજાયું હતું. વિદ્યાર્થી અને સ્ટાફ જનોએ આ પ્રસંગે સ્વચ્છતા ની શપથ પણ લીધી હતી. આ પ્રસંગે કોલેજના સિનિયર અધ્યાપક ડો. જી વી જોગરાણા સાહેબના હસ્તે સર્વ વર્ગ ચાર ના કર્મચારીઓ નું અભિવાદન તેમજ સત્કારવાનું આયોજન થયું હતું. વર્ગ ચારના કર્મચારીઓ વતી પ્રતિભાવ ફિઝિક્સ ડિપાર્ટમેન્ટના શ્રી પ્રમોદભાઈ વાગડીયા એ આપ્યો હતો. જોગરાણા સાહેબે વિદ્યાર્થીઓના સુંદર કાર્યની પ્રશંસા કરી હતી. પ્રિન્સિપાલ ડો એમ બી પટેલ સાહેબે સૌને સ્વચ્છતા અભિયાનની શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમનું સંચાલન અને આયોજન આસિસ્ટન્ટ પ્રોફેસર વનસ્પતિશાસ્ત્ર અને એન એસ એસ પ્રોગ્રામ ઓફિસર ડો. રૂપેશ એન નાકરે કર્યું હતું. જ્યારે આભાર વિધિ અને શુભેચ્છા સંદેશ ઇતિહાસ વિભાગના અધ્યાપક ડો ગૌતમ ચૌહાણ સાહેબે કરી હતી.