HALOLPANCHMAHAL

હાલોલ : વી.એમ.શાહ ગુજરાતી મીડિયમ સ્કૂલ ખાતે ધો-1 થી 8 માં વિદ્યાર્થીઓનું શિક્ષણ આત્મલક્ષી બને તે અર્થે વિવિધ સ્પર્ધા યોજાઈ

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૨૫.૧.૨૦૨૫

હાલોલના ગોધરા રોડ ખાતે આવેલ વી.એમ.શાહ ગુજરાતી મીડિયમ સ્કૂલ પ્રાથમિક વિભાગ ધો-1 થી 8 માં વિદ્યાર્થીઓ નું શિક્ષણ આત્મલક્ષી બને તે અર્થે વિવિધ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુલેખન સ્પર્ધા, નિબંધ સ્પર્ધા,પૌરાણિક વાર્તા કથન સ્પર્ધા,હિન્દી વકૃત્વ સ્પર્ધા,અંગ્રેજી વકૃત્વ સ્પર્ધાના વિવિધ અલગ-અલગ વિષયો આપી કુલ 4 ગ્રુપ વચ્ચે આ દરેક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ધો-1 થી 8 ના વિદ્યાર્થીઓ એ ઉત્સાહ-ભેર ભાગ લઈ પોતાની આત્મલક્ષી- પ્રતિભા લોક સમક્ષ મૂકી આ દરેક સ્પર્ધા માં નિર્ણાયક તરીકે પ્રાથમિક વિભાગ ના આચાર્ય હર્ષાબેન શુક્લ સાથે શાળા ના kg વિભાગ ના સુપરવાઈઝર અલ્પાબેન શાહ અને ધો-1 થી 8 ના સુપરવાઈઝર મિલનકુમાર શાહે દરેક સ્પર્ધામાં વિદ્યાર્થીઓ ને પ્રથમ,દ્વિતીય અને તૃતિય નંબર આપી સ્પર્ધા ના નંબર-અંકિત કર્યા આંમ સ્પર્ધા ના અંતે શાળા ના આચાર્ય હર્ષાબેન શુક્લ દ્વારા સ્પર્ધામાં ભાગ લીધેલ દરેક વિદ્યાર્થીઓ ને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!