KALOL(Panchamahal)PANCHMAHAL

જિલ્લા મહિલા મોરચા દ્વારા ડૉ. બાબા સાહેબ આંબેડકર જયંતિની અનોખી ઉજવણી:સફાઈ કામદાર બહેનોનું કરાયું સન્માન.

 

તારીખ ૧૫/૦૪/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

ભારત રત્ન ડૉ. બાબા સાહેબ આંબેડકરજીની જન્મજયંતિ નિમિત્તે પંચમહાલ જિલ્લા મહિલા મોરચા દ્વારા કાલોલ નગર ખાતે એક પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. “સેવા એ જ સંકલ્પ” ના મંત્ર સાથે મહિલા મોરચાએ નગરની સફાઈ વ્યવસ્થામાં મહત્વનું યોગદાન આપતી સફાઈ કર્મચારી મહિલાઓનું જાહેર સન્માન કરી સામાજિક સમરસતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું આ પ્રસંગે ઉપસ્થિત શૈફાલીબેન ઉપાધ્યાય (પ્રમુખ, પંચમહાલ જિલ્લા મહિલા મોરચા),શોભાબેન શાહ (પ્રમુખ, કાલોલ શહેર મહિલા મોરચા),હસમુખભાઈ મકવાણા (પ્રમુખ, કાલોલ નગરપાલિકા),કલ્પેશભાઇ પારેખ (શહેર પ્રમુખ),હરિકૃષ્ણ પટેલ (પક્ષના નેતા) દ્વારા કાલોલ નગરપાલિકાની સફાઈ કામદાર બહેનોને શાલ ઓઢાડી અને પુષ્પગુચ્છ અર્પણ કરી તેમના કાર્યની સરાહના કરવામાં આવી હતી. વક્તાઓએ જણાવ્યું હતું કે, ડૉ. બાબા સાહેબના સમાનતાના સ્વપ્નને સાકાર કરવા માટે સમાજના છેવાડાના માનવીનું સન્માન કરવું એ જ સાચી અંજલિ છે.આ ગૌરવપૂર્ણ કાર્યક્રમમાં જિલ્લા અને શહેરના ભાજપ સંગઠનના તેમજ નગરપાલિકાના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમના અંતે, સફાઈ કર્મચારી મહિલાઓએ આ સન્માન બદલ હર્ષની લાગણી વ્યક્ત કરી હતી અને મહિલા મોરચાના આ કાર્યને બિરદાવ્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં મહિલા મોરચાના અન્ય કાર્યકરો અને નગરના અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!