PATANSIDHPUR

સિદ્ધપુર શહેરના ગામધણી ગોવિંદરાયજી માધવરાયજીની 229મી ભવ્ય રથયાત્રા નીકળી, ઠેર ઠેર સ્વાગત કરાયું

રાધે ગોવિંદ રાધે,હર હર મહાદેવના નાદથી સિદ્ધપુર ગૂંજ્યું

 

 

સિદ્ધપુર શહેરના ગામધણી ગોવિંદરાયજી માધવરાયજીની 229મી ભવ્ય રથયાત્રા નીકળી, ઠેર ઠેર સ્વાગત કરાયું

રાધે ગોવિંદ રાધે,હર હર મહાદેવના નાદથી સિદ્ધપુર ગૂંજ્યુ…

સિદ્ધપુરમાં અયાદી ભીજના પવિત્ર દિવસે નગરના ગામપણી ગોવિંદરાયજી પાપવરાપજીની 229મી રથયાત્રા ચાંદીના રથમાં 81મી વખત હર્ષોલ્લાસ સાથે નીકળી હતી. રથયાત્રાંનું નગરજનો દ્વારા પુષ્પ, ફુલવાર અને આરતીથી ઠેર ઠેર સ્વાગત કરાયું હતુ. સિદ્ધપુર શહેરના છુવાળા ફળી વિસ્તારમાં મુસ્લિમ બિરાદરો અને વ્હોરા સમાજ દ્વારા રથયાત્રાનું સ્વાગત અને ઠંડા પાણીનું વિતરણ કરી કોમી એક્તાના દર્શન કરાવ્યા હતા. રથયાત્રાના પાવન પ્રસંગે સવારે ગોવિંદરાયજી માપવરાયજી મંદિરમાં મંગલા આરતી ગોવિંદરાયજી માધવરાયજીનો વિશેષ અભિષેક, રાજભોગમાં મગ, કેરી અને જામુનો પ્રસાદ ધરાવ્યો હતો. સાજે 5 કલાકે રાધે મોવિંદ રાધે જય રણછોડ માખણ ચોર અને હર હર મહાદેવ હરના નાદ સાથે નગરના ગામધણી ગોવિંદમાધવ રાયજીના નિજ મંદિરેથી પરપરાગત રથયાત્રા નીકળી હતી.આ રથયાત્રામાં સૌપ્રથમ ઊંટ અને બળદ ગાડા ઉપર નગાશી ડંકો, ભજન મંડળીઓ, વેશભૂષા કરેલા બાળકો, કસરત કરતા બાળકો, મહિલા મંડળની બહેનો જોડાઈ હતી. રથયાત્રા મંડી બજાર, નિશાળ ચકલો, પથ્થર પોળ, છુંવાળા ફળી, ખીલાતર વાડો, અલવાનો ચકલો, વેદવાડાનો મ્હાઢ, કોઠારી વાસ, કાળા પટનો મ્હાઢ, પસવાદળની પોળ, રૂદ્ર મહાલય,દેસાઈનો મ્હાઢ, મહેતા ઓળ, મંડી બજાર, ધર્મ ચકલા થઈ સરસ્વતી નદી કિનારે પહોંચી હતી. જ્યાં ભગવાનની પાદુકાઓનો સરસ્વતી નદીના જળાભિષેક અને પૂજન કરી રથયાત્રા નિજ મંદિરે પરત ફરી હતી.

ઉપરાંત સિદ્ધપુર નગરમાં ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિના યુવાનો અને નાના નાના બાળકો પીતાંબર પહેરી ગામધણી ગોવિદરાયજી માધવરાયજીના ચાંદીના રથને ખુલ્લા પગે રસ્સી વડે ખેંચ્યો હતો. નગરજનો દ્વારા આ બાળકો પર પાણીનો છટકાવ થતો હોય એ જોવા નગરમાં એક અનેરું આકર્ષણ જોવા મળ્યુ હતું.નિશાળ ચકલા ખાતે સિદ્ધનાથ પરિવાર દ્રારા મગ અને માલપુવાનો પ્રસાદ, પથ્થર પોળ વિસ્તાર ખાતે સદાબહાર સુપ દ્વારા લીબુ શરબતનું આયોજન

રથયાત્રામાં સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય, રાજયસભાના પૂર્વ સાંસદ, પાલિકાના પ્રમુખ, હોર્પોરેટરો, તેમજ સામાજિ રાજકીય અગ્રણીઓ, નગરજનો જોડાયા હતા. રથયાત્રામાં કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.

 

વાત્સલ્યમ દૈનિક સમાચાર

બળવંત રાણા, સિદ્ધપુર

તા. 07/07/2024

 

હર્દય રોગનો હુમલો ના આવે તે માટે શું કરવું ? જાણો અહી, રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૨ | હૃદય રોગનો હુમલો | Heart attack | Dr.Nishith Sardava

[wptube id="1252022"]
Back to top button