હાલોલ માં શ્રી મહાલક્ષ્મી માતાજીના મંદિરે પાટઉત્સવ ની ઉજવણી કરાઈ
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૦.૪.૨૦૨૫
શ્રી દશા પોરવાડ જ્ઞાતિ સમાજ હાલોલ તથા શ્રીમાળી સોની સમાજના કુળ દેવી એવા શ્રીમહાલક્ષ્મી માતાજી નો પ્રથમ પાટોત્સવ નિમિત્તે જ્ઞાતિ સમાજના તેમજ માતાજીના ભકતો દ્વારા આજે ચૈત્ર સુદ તેરસ ને ગુરુવાર ના રોજ ઉજવણી ભક્તિસભર વાતાવરણમાં મંદિર પરીસદ માં કરવામાં આવી હતી.પ્રતિ વર્ષે ચૈત્રસુદ તેરસ નાં દિવસે હાલોલ નગર સહિત પંથકમાં વસતા શ્રી દશા પોરવાડ જ્ઞાતિ સમાજ તથા શ્રીમાળી સોની સમાજના લોકો તેમના કુળદેવી શ્રી મહાલક્ષ્મી માતાજીના પાટઉત્સવ ની ઉજવણી કરવામાં આવે છે.જે અંતર્ગત આજરોજ વહેલી સવારથી જ માતાજીના ભકતો નગરના મધ્યમ માં ખારિકુઈ પાસે આવેલ શ્રીમહાલક્ષ્મી માતાજી ના મદિરે મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા. અને માતાજીના ચરણોમાં શીશ નમાવી ધન્યતાને પામ્યા હતા. આજે વહેલી સવારે માતાજીની કેસર સ્નાન બાદ પૂજા, અર્ચના કરી સવારે નવ કલાકે મંદિર પરિસર માં યજ્ઞનો આરંભ કરવામાં આવ્યો હતો.જે સાંજે પાંચ કલાકે શાસ્ત્રોક વિધીવધ વેદિક મંત્રોચાર સાથે પોરવાડ જ્ઞાતિ સમાજના સંજીવભાઈ પરીખ,સનતભાઇ મહેતા, નિશાંત મહેતા પરિવારે હવન કુંડમાં શ્રીફળ હોમી આહૂતિ આપી હતી. આ પ્રસંગે માતાજીના ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે ઉજવણીના ભાગ રૂપે શ્રી દશા પોરવાડ જ્ઞાતિ સમાજ દ્વારા કોલેજ માં અભ્યાસ કરતા પોરવાડ સમાજ ના તેજસ્વી તારલાઓનું સમાજ દ્વારા પ્રોત્સાહિત રૂપે સન્માન કરવામાં આવ્યું હતું ત્યાર બાદ જ્ઞાતિ સમાજ ની વાડી માં સમૂહ ભોજન ( મહા પ્રસાદી ) નું આયોજન કરવામાં આવ્યું હતું. આમ શ્રી મહાલક્ષ્મી માતાજીના પાટઉત્સવ ની ઉજવણી ભક્તિમય વાતાવરણ માં ઉત્સાહભેર કરવામાં આવી હતી.