જોડિયાકુવા શાળા ખાતે તાલુકા સી.ડી.પી.ઓ. જ્યોતિબેન વાઘાણી ની અધ્યક્ષતામાં પ્રવેશોત્સવ યોજાયો.

તારીખ ૨૯/૦૬/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના જોડિયાકુવા ગામ ખાતે પ્રાથમિક શાળામાં કાલોલ તાલુકા સી.ડી.પી.ઓ. જ્યોતિબેન વાઘાણીની અધ્યક્ષતામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો.આ પ્રસંગે વેજલપુર ગ્રામપંચાયતના સરપંચ સુગરીબેન રમેશભાઈ ચૌહાણ,સીઆરસી.કો.ઓ દિનેશભાઈ માછી એસ.એમ.સી ના સભ્યોએ આંગણવાડી,બાલ વાટીકા,ઘોરણ ૧ નાબાળકોને શાળા પ્રવેશ કરાવ્યો હતો.શાળા પ્રવેશોત્સવના શુભારંભ પ્રસંગે સીડીપીઓ જ્યોતિબેન વાઘાણી એ શાળામાં પ્રવેશ મેળવનાર બાળકોને ઉજ્જવળ ભવિષ્યની તેમના જીવન ઘડતરની શરૂઆતની શુભેચ્છાઓ પાઠવતાં જણાવ્યું કે,બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ મળે તે ખૂબ જ જરૂરી છે અને એ આપણા સૌની સહિયારી જવાબદારી છે. શિક્ષણ એ ઉજ્જવળ ભવિષ્યના દ્વાર ખોલવાની અમૂલ્ય ચાવી છે જેના થકી આકાશમાં ઊંચી ઉડાન પણ ભરી શકે છે. શિક્ષણ એ જીવનનો મહત્વપૂર્ણ હિસ્સો છે. શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ થકી શાળાઓમાં બાળકોનું સો ટકા નામાંકન થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.વધુમાં બાળકોએ આજે પ્રવેશ મેળવ્યો તે બાળકોને જીવનમાં ભણી ગણી ખૂબ આગળ વધે અને માં બાપ અને ગામનું નામ રોશન કરે તેવી શુભકામનાઓ આપી. શાળા પ્રવેશોત્સવ દરમિયાન શાળામાં ભણતા વિદ્યાર્થી જે જેઓ પેહલા નંબર લાવ્યા હોય તેમને નોટબુક આપી સન્માન કરવામાં આવ્યું હતું.મહેમાનોનું શાબ્દિક સ્વાગત શાળા ના આચાર્ય રમેશકુમાર પટેલે કર્યું હતું.આ પ્રસંગે કાલોલના નાયબ મામલતદાર વિશાલભાઈ પટેલ તરફથી શાળાના તમામ બાળકો ને સ્કૂલ બેગ ભેટ આપી હતી.એમનો શાળા પરિવાર તરફથી આભાર પ્રગટ કરવામાં આવ્યો હતો.આંગણવાડી માં ૨ બાળકો,બાલ વાટીકા માં ૧૫ અને ધોરણ ૧ માં ૧૨ બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો.તમામ બાળકો ને સીડીપીઓ જ્યોતિબેન વાઘાણી અને સીઆરસી કો.ઓ દિનેશભાઈ ના વરદ હસ્તે કંકુ પગલાં પાડી ને પ્રવેશ કરાવ્યો હતો.સમગ્ર કાર્યક્રમનું સંચાલન જગદીશભાઈ ભગોરા એ કર્યું હતું જેમાં નીતાબેન અને ભારતીબેન પટેલે આગોતરું આયોજન કરીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.






