DAHODDEVGADH BARIAGUJARAT

દે.બારીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભથવાડા ખાતે RKSK પ્રોગ્રામ અંતર્ગત Peer Educator ની તાલીમનો કાર્યક્રમ યોજવામાં આવ્યો 

તા.૦૯.૦૩.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ 

De:bariya:દે.બારીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભથવાડા ખાતે RKSK પ્રોગ્રામ અંતર્ગત Peer Educator ની તાલીમનો કાર્યક્રમ યોજવામાં આવ્યો

માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી. ડૉ.ઉદય ટીલાવત અને આર.સી.એચ.ઓ ડૉ ગીરીવર સિંહ બારીયા, તેમજ ડૉ.કલ્પેશ બારીયા ,તાલુકા આરોગ્ય અધિકારી ,દેવગઢ બારીયાના માર્ગદર્શનથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ભથવાડા ખાતે મેડિકલ ઓફિસર ડૉ. હિતેશ ચારેલ અને આયુષ મેડિકલ ઓફિસર ડૉ.શૈલેન્દ્ર નાયક દ્વારા આર. કે. એસ. કે કાર્યક્રમ અંતર્ગત પિયર એજ્યુકેટર ની તાલીમનું આયોજન કરવામાં આવ્યું .જેમાં પિયર એજ્યુકેટરને સવારના સેશનમાં કોમ્યુનિટી હેલ્થ ઓફિસર દ્વારા યોગ, પ્રાણાયામ શીખવવામાં આવ્યા તેમજ શરૂઆતના સેશનમાં  મેડિકલ ઓફિસર દ્વારા આર .કે. એસ. કે પ્રોગ્રામ તેમજ એડોલેશન હેલ્થ ક્લિનિક અને પિયરની પસંદગી તેમજ કિશોર ઉંમરમાં થતી મૂંઝવણ અને તાલીમના ઉદ્દેશ્ય વિશે સમજૂતી આપવામાં આવી.એડોલેસન હેલ્થ કાઉન્સેલર અને સિકલ સેલ કાઉન્સેલર દ્વારા એનીમિયા ,સિકલસેલ એનિમિયા , ત્યારબાદ મેડિકલ ઓફિસર દ્વારા વ્યક્તિગત સ્વચ્છતા, ના પાડતા શીખો જીવન કૌશલ્ય તેમજ જાતીય શોષણ અને સ્વ બચાવ ,જાતીય રોગો અને એચ.આઇ.વી /એઇડ્સ તેમજ વિવિધ ગેમ દ્વારા પિયર એજ્યુકેટરની ભૂમિકા વિશે સેશન લેવામાં આવ્યા  આયુષ મેડિકલ ઓફિસર દ્વારા માસિક દરમ્યાનની સ્વચ્છતા અને ગૌરવી દિવસની કામગીરી વિશે એજ્યુકેટરને વિડીયો અને ચર્ચા દ્વારા સમજૂતી આપવામાં આવી.  કાર્યક્રમમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નો હેલ્થ સ્ટાફ અને આશા કાર્યકરો દ્વારા ભાગ લેવામાં આવ્યો. તાલીમમાં ડૉ.હાર્દિક વ્યાસ માસ્ટર ટ્રેનર દ્વારા પિયર એજ્યુકેટરને પરિચય પ્રવૃત્તિ તેમજ ગેમ દ્વારા મોડયુલ રીડિંગ કરી રોલ પ્લે દ્વારા અલગ અલગ વિષયની સમજૂતી આપવામાં આવી અને પિયર એજ્યુકેટરે સહયોગ પૂર્ણ ભાગ લીધો જિલ્લા કક્ષાએથી તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત તમાકુના ઉપયોગ અને તેની હાનિકારકતા ઉપરાંત તેને લગતા કાયદા અને કિશોર અવસ્થામાં કેવી રીતે વ્યસનની શરૂઆત થાય છે તેમ જ વ્યસનથી દૂર થવા માટે શું કરી શકાય આ વિષયની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી

Back to top button
error: Content is protected !!