ઓગડ તાલુકાના થરા ખાતે શ્રી જોગણીમાંની ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ,ચંડી યજ્ઞ યોજાયો..
રા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા નાઈ શૈલેષભાઈ અમૃતલાલ નાનિવાસ સ્થાને

ઓગડ તાલુકાના થરા ખાતે શ્રી જોગણીમાંની ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ,ચંડી યજ્ઞ યોજાયો..
ઓગડ તાલુકાના અધગામના વતની થરા ગાયત્રી નગર સોસાયટીમાં રહેતા થરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા નાઈ શૈલેષભાઈ અમૃતલાલ નાનિવાસ સ્થાને બિરાજમાન શ્રી જોગણીમાતાની ફોટો પ્રતિષ્ઠા તથા વાસ્તુ હવન નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.આજરોજ સંવત ૨૦૮૨ જેઠવદ ૭ ને સોમવારના રોજ રાત્રે રાસ ગરબા તથા જેઠવદ-૭ ને મંગળવારને ૭ મી જુલાઈ ૨૦૨૬ ના રોજ સવારે ઢોલ નગારા અને શરણાઈઓના સૂરો વચ્ચે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા.પ્રતિષ્ઠા બાદ બપોરે ભોજન પ્રસાદ પીરસવામાં આવેલ.વિનય વિદ્યા મંદિર થરાના શિક્ષક ભરતભાઈ નાઈ, પીન્ટુભાઈ નાઈ (અભિમન્યુ), લીલાભાઈ નાઈ અધગામ,પત્રકાર મિત્રો બનાસકાંઠા જિલ્લાના રાજકીય-સામાજિક આગેવાનો, પોલીસ મિત્રો અને થરા નગર પાલિકા ના મિત્રો,સ્થાનિક તંત્ર કર્મચારીઓ અને તાણા-થરા નગરજનો,સમસ્ત નાઈ સમાજ ના લોકોએ આ શુભ પ્રસંગમાં ઉપસ્થિત રહી shri જોગણી માતાના ફોટો દર્શનનો લાભ લીધો લઈ છુટા પડ્યા હતા.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો. 99795 21530






