વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
ખેરગામ તેમજ સમગ્ર દક્ષિણ ગુજરાતના મુસ્લિમ સમાજમાં અનેરું મહાત્મય ધરાવતા ચીખલી થાલામાં આવેલા ખાનકાહે કાદરિયા સત્તારિયા ખાતે મેહફુઝ બાગના સ્થાપક પીરઝાદા મેહફુઝઅલી બાબા કાદરીનો આગામી તા.2 ફેબ્રુઆરીના રોજ 25 મો ઉર્સ શરીફ ઉજવવાનું આયોજન પીરે તરીકત સૈયદ અબરાર એહમદ કાદરીની સદારતમાં કરવામાં આવ્યું છે.જેમાં સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી મુસ્લિમ સમાજના આગેવાનો અને મુરીદોનો સમૂહ ઉપસ્થિત રહેશે.તા 1લી ફેબ્રુઆરીના રોજ ખાનકાહમાં ખતમ શરીફ અને પરચમ કુશાઇ રાખવામાં આવી છે,ત્યારબાદ રાતેબે રિફાઈનો કાર્યક્રમ અને નિયાઝનું આયોજન કરવામાં આવ્યું છે.તા.2 ફેબ્રુઆરીએ બપોરે દભાડ મહોલ્લાથી ભવ્ય ઝુલુસ કાઢવામાં આવશે જે મેહફુઝ બાગ પહોંચી સંદલ શરીફ ચડાવવામાં આવશે ,અને દેશ અને દુનિયામાં શાંતિ બની રહે તે માટે દુઆ કરવામાં આવશે.