BHARUCHGUJARATJHAGADIYA

ઝગડિયાના બલેશ્વર ખાતે સમસ્ત વસાવા સમાજ દ્વારા સમૂહ લગ્ન નું આયોજન 101 યુગલોના પ્રભુતામાં પગલા 

ઝગડિયાના બલેશ્વર ખાતે સમસ્ત વસાવા સમાજ દ્વારા સમૂહ લગ્ન નું આયોજન 101 યુગલોના પ્રભુતામાં પગલા

 

 

ફ્કત એક રૂપિયાના ટોકનથી 101 યુગલો આદિવાસી રીત રિવાજ પ્રમાણે લગ્ન ગ્રંથીથી જોડાયા

 

 

વસાવા સમાજમાં કુરિવારોજોને તીલાંજલિ,અને સમાજને વધારે ખર્ચાથી બચવા અનુરોધ : સમસ્ત વસાવા સમાજ ના પ્રમુખ ચંદ્રકાંત ભાઈ વસાવા

 

 

 

 

ભરુચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના બલેશ્વર ખાતે સમસ્ત વસાવા સમાજ ગુજરાત દ્વારા સમૂહ લગ્ન નું આયોજન આજ રોજ કરવામાં આવ્યું હતું.જેમાં ફ્કત એક રૂપિયાના ટોકન થી 101 યુગલો આદિવાસી રીત રિવાજ પ્રમાણે લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા હતાં જેમાં આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતા આદિવાસી ગીતો તેમજ ચોખા રમાડવાની વિધિ અને આદિવાસી સામૂહિક નૃત્યોએ આકર્ષણ જમાવ્યું હતું. આ સમૂહ લગ્નમાં યોગદાન આપના દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આયોજિત સમૂહ લગ્નમાં કન્યાદાન પેટે દાતાઓ તરફથી તમામ જીવન જરૂરિયાત ઉપયોગી ચીજો આપવામાં આવી હતી. મોટી સંખ્યામાં આદિવાસી મહાનુભવો ઉપસ્થિત રહી નવદંપત્તિઓને આશીર્વાદ પાઠવ્યા હતા સમુહ લગ્ન નું સુંદર આયોજન કરવા બદલ આયોજકો તેમજ સમસ્ત વસાવા સમાજ ના પ્રમુખ ચંદ્રકાંત ભાઈ વસાવા ને અભિનંદન પાઠવ્યા હતા .

ઈરફાનખત્રી

રાજપારડી

Check Also
Close
Back to top button
error: Content is protected !!