GUJARATKUTCHMANDAVI

સ્વચ્છ ગામ થકી સ્વચ્છ દેશ”ના સંકલ્પ સાથે માંડવી તાલુકાના બિદડા મધ્યે “પ્લાસ્ટિક મુક્ત ગ્રામ્ય દિવસ” ઉજવાયો

ગામના મુખ્ય રસ્તાઓ, જાહેર સ્થળોએ સફાઇ સાથે પ્લાસ્ટિકના કચરાને એકત્ર કરાયો, લોકોને પ્લાસ્ટીકની થેલી ન વાપરવા જાગૃત કરાયા

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી ,તા૦૯ જૂન : રાજ્યભરમાં “સ્વચ્છ ગામ થકી સ્વચ્છ જિલ્લા, સ્વચ્છ રાજ્ય અને સ્વચ્છ દેશ” ના સંકલ્પ સાથે સ્વચ્છતા સપ્તાહ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજરોજ ‘પ્લાસ્ટિક મુક્ત ગ્રામ્ય દિવસ (પ્લાસ્ટિક સફાઈ ઝુંબેશ) અંતર્ગત કચ્છ જિલ્લાના તાલુકાના ગામોમાં ખાતે “સ્વચ્છ ગામ થકી સ્વચ્છ દેશ”ના સંકલ્પ સાથે પ્લાસ્ટીક મુક્ત ગામ કરવા સફાઇ કામગીરી કરાઇ હતી.

આ કાર્યક્રમ અંતર્ગત માંડવી તાલુકાના બિદડા મધ્યે ગ્રામ પંચાયત, તેમજ સ્થાનિક ગ્રામજનોના સહયોગથી ગામના મુખ્ય રસ્તાઓ, જાહેર સ્થળો,બજાર વિસ્તારોમાંથી તમામ પ્રકારના પ્લાસ્ટિક કચરાના નિકાલ માટે સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ સાથે જ ગામોમાં વેપારીઓને સિંગલ યુઝ પ્લાસ્ટીકની થેલી ન રાખવા તેના વિકલ્પમાં કાપડની થેલી રાખવા સમજ અપાઇ હતી. ગ્રામજનોને સ્વચ્છતા જાળવવા અંગે જાગૃત કરવામાં આવ્યા હતા.માંડવી તાલુકાના બિદડામાં પ્લાસ્ટિક ન વાપરવા બાબતે ગામના વેપારીઓને જાગૃતા કરવામાં આવી હતી. જેમાં ગ્રામ પંચાયત દ્વારા દુકાનદારોને સમજ આપવા સાથે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં દુકાનદારો દુકાનની બહાર જાહેર માર્ગ પર કચરો નાં ફેંકવા માટે ની સુચનાઓ આપવામાં આવી હતી.આ કાર્યક્રમમાં બીજેપી નાં જીલ્લા ઉપપ્રમુખ સુરેશભાઈ સંગાર, તાલુકા પંચાયત પ્રમુખ રેખાબેન છાભૈયા, સરપંચ જયાબેન છાભૈયા, તાલુકા પંચાયત માજી પ્રમુખ નીલેશભાઈ મહેશ્વરી, બિદડા ગ્રામ પંચાયત ન્યાય સમિતિ ચેરમેન રસીલાબેન મહેશ્વરી, તલાટી રમેશભાઈ ગઢવી, બિદડા ગ્રામ પંચાયત સદસ્યો સાથે તાલુકા પંચાયત સદસ્યો,પદાધિકારીઓ, સરપંચ, ઉપસરપંચ, આગેવાનો, તલાટીઓ તથા મોટી સંખ્યામાં સ્થાનિક ગ્રામજનો ઉત્સાહભેર જોડાયા હતા.

Back to top button
error: Content is protected !!