Rajkot: અમદાવાદ ખાતે ટેનીસ રમતના બિનનિવાસી કેન્દ્રમાં તાલીમ માટે ખેલાડીઓની પસંદગી કરાશે
તા.૧૯/૧૧/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
ઉમેદવારોએ ૨૪ નવેમ્બર સુધીમાં રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે
Rajkot: સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત અને અલ્ટેવોલ એલેક્ઝાન્ડર વાસ્કે ટેનીસ યુનિવર્સિટી વચ્ચે અમદાવાદ ખાતે ટેનીસ રમતનું બિનનિવાસી કેન્દ્ર શરૂ કરવા માટે એમ.ઓ.યુ. કરવામાં આવ્યા છે. જેના અનુસંધાને શુકન – ૬, સાયન્સ સીટી રોડ, સોલા, અમદાવાદ ખાતે કાર્યરત અલ્ટેવોલ એલેક્ઝાન્ડર વાસ્કે ટેનીસ યુનિવર્સિટીમાં વિદેશી કોચ દ્વારા ૧૦ વર્ષથી ૧૪ વર્ષના ટેનીસ રમતના ખેલાડી ભાઇઓ-બહેનોને વિનામૂલ્યે તાલીમ આપવા તા. ૨૫ નવેમ્બરથી તા. ૦૬ ડીસેમ્બર સુધી સવારે ૧૦ કલાકથી પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. રસ ધરાવતા તમામ ટેનીસ રમતના ખેલાડીઓએ તા. ૨૪ નવેમ્બર સુધીમાં રજિસ્ટ્રેશન કરાવી, જરૂરી પ્રમાણપત્રો (જન્મનો પુરાવો, ટેનીસ રમતની સ્પર્ધામાં મેળવેલી સિદ્ધિઓના પ્રમાણપત્રો, G.S.T.A. Ranking, A.I.T.A. Ranking, I.T.F. Ranking પ્રમાણપત્ર) સાથે રાખવાના રહેશે. રજિસ્ટ્રેશન માટે અલ્ટેવોલ એલેક્ઝાન્ડર વાસ્કે ટેનીસ યુનિવર્સિટીનો મો.નં. ૯૯૭૮૯ ૭૧૯૧૯ પર સંપર્ક કરી શકાશે, તેમ રાજકોટ જિલ્લા સ્પોર્ટ્સ કોચિંગ સેન્ટરની યાદીમાં જણાવાયું છે.