વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
આહવા ખાતે આયોજીત ડાંગ દરબાર-૨૦૨૫ ના મેળામાં ડાંગ જિલ્લાના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા મેળામાં આવતાં લોકોમાં ‘સાઈબર ક્રાઇમ અંગે જાગૃતિ’ આવે તે હેતુથી સ્ટોલ ઉભા કરી સાયબર ફ્રોડ કઈ રીતે થાય અને તેનાથી શું સાવધાની રાખવી તે અંગે લોકોને માહિત આપી હતી. સાથે જ સાઇબર અવેરનેશ બેગ તથા પેમ્પલેટનું પણ વિતરણ કરવામાં આવ્યું
આ સાથે જ રંગઉપવન ખાતે આયોજીત મેળામાં જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.પી.નલવાયા, પી.એસ.આઇ શ્રી વી.કે.ગઢવી દ્રારા સાઇબર ક્રાઇમ અંગેની જાણકારી આપવામાં આવી હતી. જેમાં મોબાઈલ અને કોમ્પ્યુટર થકી ઇન્ટરનેટ દ્વારા થતાં વિવિધ પ્રકારના ગુનાઓ, હેકીંગ, છેતરપીંડી વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તેમજ મોબાઇલ ના ઉપયોગ અને ઇન્ટરનેટ ઉપર આવતી વેબસાઇટમાં સાવચેતી રાખવા જણાવ્યું હતુ.
આ કાર્યક્રમમાં સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન આહવા પી.એસ.આઇ શ્રી એસ.કે.રાજપૂત તેમજ સાયબર પોલીસ સ્ટેશનના કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.