AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONEGUJARAT

અમદાવાદ શહેરમાં હથિયારબંધીનો પોલીસ કમિશનરનો હુકમ

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ

અમદાવાદ: શહેરમાં ગેરકાયદેસર હથિયારોના ઉપયોગ દ્વારા થતા ગુનાહિત કૃત્યોને રોકવા માટે અમદાવાદ શહેર પોલીસ કમિશનરે હથિયારબંધી અંગે જાહેરનામું જાહેર કર્યું છે. આ હુકમ 13 માર્ચ 2025ના રોજ મધરાતથી અમલમાં આવશે અને 27 માર્ચ 2025ની મધરાત સુધી ચાલુ રહેશે.

પોલીસ કમિશનર જી.એસ. મલિકે જાહેરનામામાં જણાવ્યું છે કે, શહેરના અમુક વિસ્તારોમાં તલવાર, છરી, ચપ્પુ, ગુપ્તી, બેઝબોલ બેટ અને લોખંડની પાઈપ જેવા હથિયારો વડે ગંભીર ગુનાઓ સર્જાતા હોવાની વિગતો સામે આવી છે. જાહેર સુલેહ-શાંતિ જળવાય અને ભયમુકત વાતાવરણ બને, તે માટે આ હુકમ લાગુ કરવામાં આવ્યો છે.

શું-શું પર પ્રતિબંધ?
શસ્ત્રો: તલવાર, ભાલા, દંડા, બંદૂક, ખંજર, રામપુરી ચપ્પા (અઢી ઇંચથી લાંબી ધારવાળા) કે અન્ય ઘાતક હથિયાર સાથે રાખવા અને લઈ જવા.
પરવાનાવાળા હથિયાર: જાહેર સ્થળે સાથે રાખવા, હવામાં ફાયર કરવા, સામાજિક કે ધાર્મિક સરઘસમાં સાથે રાખવા.
વિસ્ફોટક અને ઝેરી પદાર્થો: વ્યક્તિગત કે જાહેર સ્થળે રાખવા કે લઈ જવા.
પથ્થર અને અન્ય ફેંકી શકાય તેવા હથિયાર: એકઠા કરવાં કે તૈયાર કરવા.
સળગતી મશાલ: સરઘસમાં સાથે રાખવી.
વિશેષ પ્રદર્શન: કોઇપણ વ્યક્તિ, પૂતળાં, આકૃતિઓ કે શબનું પ્રદર્શન કરવું.
ઉશ્કેરણીજનક ભાષણો અને ચિહ્નો: રાજ્યની સલામતી કે શાંતિ માટે ખતરો ઊભો કરે તેવી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ.
કોઈને છૂટછાટ?
સરકારી કર્મચારીઓ કે અધિકારીઓ, જેમની ફરજમાં હથિયાર સાથે રાખવાની જરૂર હોય.
પોલીસ કમિશનરની પરવાનગીવાળા લોકો.
શારીરિક અશક્તિ ધરાવતા અને લાકડી કે લાઠી માટે પોલીસ પરવાનગી ધરાવતા લોકો.

આ હુકમનો ભંગ કરનારાઓ સામે ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 135 મુજબ કાર્યવાહી કરવામાં આવશે. હુકમનું અમલન સુનિશ્ચિત કરવા માટે અનાર્મ હેડ કોન્સ્ટેબલ અને ઉપરના તમામ પોલીસ અધિકારીઓને આદેશ આપવામાં આવ્યો છે.

 

Back to top button
error: Content is protected !!