GUJARAT

MORBI:મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન; લોકશાહીના પર્વમાં મતદારોનો અભૂતપૂર્વ પ્રતિસાદ

MORBI:મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન; લોકશાહીના પર્વમાં મતદારોનો અભૂતપૂર્વ પ્રતિસાદ

મોરબી મહાનગરપાલિકામાં ૬૫.૬૨ ટકા અને જિલ્લા પંચાયતમાં ૭૧.૦૯ ટકા જેટલું નોંધપાત્ર મતદાન

નગરપાલિકામાં ટંકારા ૮૧.૨૭ ટકા સાથે મોખરે, જ્યારે તાલુકા પંચાયતોમાં વાંકાનેર ૭૭.૮૧ ટકા મતદાન સાથે અગ્રેસર

વાંકાનેર નગરપાલિકામાં ૫૮.૫૬ અને માળીયા (મિં) નગરપાલિકામાં ૭૧.૯૨ ટકા મતદાન*

તાલુકા પંચાયતોમાં મોરબીમાં ૬૭.૩૮, માળીયા (મિં)માં ૬૯.૧૧, હળવદમાં ૬૬.૮૧ અને ટંકારામાં ૭૩.૧૬ ટકા મતદાન

ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી-૨૦૨૬ અન્વયે આજે મોરબી જિલ્લામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પ્રાપ્ત થયેલી પ્રાથમિક વિગતો મુજબ, મોરબી જિલ્લાના મતદારોએ ઉત્સાહપૂર્વક મતાધિકારનો ઉપયોગ કર્યો છે.

 

મોરબી મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણીમાં મતદારોએ અનેરો ઉત્સાહ દર્શાવ્યો છે, જ્યાં અંદાજે ૬૫.૬૨ ટકા મતદાન નોંધાયું છે. જ્યારે મોરબી જિલ્લા પંચાયતની બેઠકો માટે સરેરાશ ૭૧.૦૯ ટકા જેટલું ઊંચું મતદાન થયું છે.

 

જિલ્લાની ત્રણ નગરપાલિકાઓમાં થયેલા મતદાનની વિગત જોઈએ તો, ટંકારા નગરપાલિકામાં સૌથી વધુ ૮૧.૨૭ ટકા મતદાન નોંધાયું છે. માળિયા (મિયાણા) નગરપાલિકામાં ૭૧.૯૨ ટકા અને વાંકાનેર નગરપાલિકામાં ૫૮.૫૬ ટકા જેટલું મતદાન થયું છે.

 

જિલ્લાની પાંચ તાલુકા પંચાયતોમાં પણ મતદારોની લાંબી કતારો જોવા મળી હતી. જેની વિગતો નીચે મુજબ છે:

વાંકાનેર તાલુકા પંચાયત: ૭૭.૮૧ ટકા

ટંકારા તાલુકા પંચાયત: ૭૩.૧૬ ટકા

માળિયા (મિયાણા) તાલુકા પંચાયત: ૬૯.૧૧ ટકા

મોરબી તાલુકા પંચાયત: ૬૭.૩૮ ટકા

હળવદ તાલુકા પંચાયત: ૬૬.૮૧ ટકા

 

સમગ્ર જિલ્લામાં સવારના ૭:૦૦ વાગ્યાથી સાંજના ૬:૦૦ વાગ્યા સુધી ચાલેલી આ મતદાન પ્રક્રિયામાં યુવાનો, મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી સુચારુ વ્યવસ્થા અને પોલીસ તંત્રના ચુસ્ત બંદોબસ્તને કારણે સમગ્ર જિલ્લામાં લોકશાહીનું આ મહાપર્વ સંપન્ન થયું છે.

 

Back to top button
error: Content is protected !!