ધાંગધ્રા સરકારી હોસ્પિટલમાં ગાયનેક ડોક્ટર નો હોવાના કારણે ગરીબ પરિવારને મજબૂર બની પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર લેવી પડે છે.
તા.02/05/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા સરકારી હોસ્પિટલમાં છેલ્લા એક મહિનાથી ગાયનેક ડોક્ટર ન હોવાના કારણે સરકારી હોસ્પિટલે પ્રસુતી પેશન્ટને આવીને ધક્કા ખાઈને ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવી પડે છે ત્યારે ધ્રાંગધ્રા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના ખેત મજૂરી કરતા પરિવારોને હાલાકી ભોગવી પડે છે ત્યારે મજબૂર બનીને ખાનગી હોસ્પિટલમાં પ્રસુતી ની સારવાર લેવી પડે છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાની પ્રસ્તુતિ બેહનો માટે ગ્રાન્ડ ચૂકવવામાં આવે છે તેમ છતાં ડોક્ટર નો હોવાના કારણે ગરીબ પરિવારના લોકો સરકારી હોસ્પિટલમાં લાભ લેવાથી વંચિત રહે છે અને મજબૂર બનીને ખાનગી હોસ્પિટલોમાં સારવાર લેવી પડે છે ત્યારે ખેત મજૂરી કરતા પરિવારો પોતાનું ઘરનું ગુજારણ પણ પૂરું નથી કરી શકતા અને ખાનગી હોસ્પિટલોમાં પ્રસુતી કેસમાં સારવાર માટે હજારો રૂપિયા ખર્ચવા પડે છે ત્યારે સામાજિક કાર્યકરો દ્વારા અનેક વખત મામલતદાર, ડે. કલેકટર સહિતને આવેદનપત્ર આપી ચૂક્યા છે તેમ છતાં આજ દિન સુધી ડોક્ટરોની ભરતી કરવામાં આવી નથી ત્યારે લોકોની એક જ માંગ છે કે ધાંગધ્રા સરકારી હોસ્પિટલમાં તાત્કાલિક ગાયનેક ડોક્ટરની ભરતી કરવામાં આવે અને છેલ્લા દસ મહિનામાં સરકારી હોસ્પિટલમાં 1100 થી વધુ પ્રસુતી ડિલિવરી થયેલ છે ત્યારે ધ્રાંગધ્રા ખાતે ગાયનેકોલોજિસ્ટ વર્ગ-૧ ની જગ્યા મંજુર છે તેમ છતાં જગ્યા ઘણા લાંબા સમયથી ખાલી હોય ત્યારે આ હોસ્પિટલ સબ ડીસ્ટ્રીક્ટ કક્ષાની હોસ્પિટલ છે અને ૨૪ કલાક ઈમરજન્સી સેવાઓ, માસ દ૨મ્યાન 159 થી વધુ ડીલીવરી થતી હોય જે ધ્યાને લઇ હાલની દૈનિક ઓપીડી, ઇન્ડોર દર્દીઓનો પ્રમાણ વધુ તેમજ ગાયનેક ઓ.પી.ડી. પણ વધુ પ્રમાણમાં રહેતી હોય છે તેમજ આ સાથે છેલ્લા એક મહિનાથી ગાયનેક ડોક્ટરની ભરતી કરવામાં આવતી નથી કથળતી આરોગ્ય પરિસ્થિતિ મામલે સંકલન બેઠકમાં ખુલીને બોલ્યા હતા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા કે સરકારી હોસ્પિટલોની હાલત અત્યંત દયનિય હોવાનું ખુદ ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ સંકલન બેઠકમાં જણાવ્યું હતું અને આરોગ્ય સુધારવું પડે તેવું હોવાની રજુઆત સંકલન બેઠકમાં ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ તંત્રને રજૂઆત કરી હતી ત્યારે સ્પેશિયલ બેઠક યોજી યોગ્ય આરોગ્ય સુધારણાને લઈ નિર્ણય કરવા સૂચનો કરાયા હતા અને સંકલન બેઠકમાં ધારાસભ્યએ આરોગ્ય મામલે ટકોર બાદ સોપો પડી ગયો હતો તેમ છતાં તંત્ર આંખ અડા કાન કરી રહ્યું છે.