GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:ધારાસભ્ય ચૈતર વસાવા સામે વિરુદ્ધ ફરિયાદ થતા મોરબી ‘આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી તાત્કાલિક દરમિયાનગીરી કરવા માંગ 

ધારાસભ્ય ચૈતર વસાવા સામે વિરુદ્ધ ફરિયાદ થતા મોરબી ‘આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી તાત્કાલિક દરમિયાનગીરી કરવા માંગ

આદિવાસી સમાજના લોકપ્રિય યુવા નેતા અને ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા વિરુદ્ધ ખોટો કેસ કરવામાં આવ્યો હોય જેથી મુખ્યમંત્રીને આવેદન પાઠવી તાત્કાલિક દરમિયાનગીરી કરવા આમ આદમી પાર્ટી મોરબી દ્વારા માંગ કરવામાં આવી છે

આમ આદમી પાર્ટી મોરબી જીલ્લા દ્વારા કલેકટર મારફત રાજ્યના મુખ્યમંત્રીને આવેદન પાઠવી જણાવ્યું છે કે ડેડીયાપાડા વિધાનસભાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા સામે પોલીસ સ્ટેશનમાં જંગલ વિભાગના કર્મચારીઓ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે જે સમગ્ર ઘટના એવી છે કે જંગલ વિભાગે જેમને જમીન માલિકીની સનદ ફોરેસ્ટ રાઈટ્સ એક્ટ અંતર્ગત આપી છે એવા ખેડૂતોની જમીનમાં ઉભા કપાસના પાકને જંગલ વિભાગના કર્મચારીઓએ કાપી નાખ્યો

જેથી વિસ્તારના લોકપ્રતિનિધિ તરીકે આ બાબતની રજૂઆત ધારાસભ્ય પાસે આવી ચૈતરભાઈ વસાવાએ અસરગ્રસ્ત ખેડૂતો અને જંગલ વિભાગના કર્મચારીઓને સાથે બેસાડી સમાધાન નો રસ્તો શોધવાનો પ્રયત્ન કર્યો અને સમાધાન રૂપે રાજીખુશીથી નક્કી થયું હતું કે જંગલ વિભાગના કર્મચારીઓએ શરતચુક કે અન્ય જે કોઈ કારણથી ખેડૂતોને નુકશાન કર્યું છે તે ભરપાઈ કરી આપે અને ખેડૂતો એમની પર કોઈ કાનૂની પગલા નહિ ભરે જંગલ વિભાગના કર્મચારીઓએ નુકશાનની સહમતીથી નક્કી થયેલ રકમ ચૂકવી આપી અને મામલો પૂરો થયો એમ માનવામાં આવ્યું હતું બાદમાં જંગલ વિભાગના કર્મચારીઓએ કોઈના દબાણ કે કાવતરાથી ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી જે રકમ સહમતીથી નુકશાન ભરપાઈ તરીકે ચૂકવાઈ હતી તેને બળજબરીથી લેવાયેલ ખંડણી તરીકે ફરિયાદમાં દર્શાવવામાં આવી હતી પોલીસે ચૈતર વસવં તેના પત્ની અને અસરગ્રસ્ત ખેડૂતોને આરોપી તરીકે દર્શાવ્યા છે ચૈતરભાઈ લોકપ્રતિનિધિ તરીકે સક્રિય છે નર્મદા પુરની માનવસર્જિત આફત વેળાએ તેઓએ જે રીતે લોકોના પડખે ઉભા રહીને સેવાઓ આપી અને નાના લોકોના પ્રશ્નો જે રીતે ઉઠાવે છે એની ઈર્ષા ઉભી થઇ હોય તેવું લાગી રહ્યું છે જેથી રાજ્યના વડા તરીકે તાત્કાલિક દરમિયાનગીરી કરો, મામલાની ન્યાયિક તપાસ કરાવો અને ત્યાં સુધી ધરપકડ પર રોક લગાવવામાં આવે તેવી માંગ કરી છે અન્યથા આ મુદાને લઈને આંદોલન કરવાની ફરજ પડશે તેમ પણ અંતમાં જણાવ્યું છે

 

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!