GUJARATKHERGAMNAVSARI

વલસાડ:સરકારી પોલીટેક્નીક, વલસાડ ખાતે ડાયમન્ડ જ્યુબીલી વર્ષની ઉજવણી માટે રૉડ મેપની રજૂઆત 

વાત્સલ્યમ્ સમાચાર

દિપક પટેલ-ખેરગામ

 

 

૧૯૬૫થી ટેકનીકલ શિક્ષણ ક્ષેત્રે ઉમદા શિક્ષણ અને કારકીર્દી ઘડતર સાથે સક્રીયતાથી કાર્યરત એવી સરકારી પોલીટેક્નીક સંસ્થાના ૬૦ વર્ષના ગૌરવ પ્રસંગે સંસ્થા દ્વારા વર્ષ ૨૦૨૫ને “ ડાયમન્ડ જ્યુબીલી ઇયર” તરીકે ઉજવવાનો નિર્ણય લેવાયેલ છે. જે અતર્ગત સંસ્થાના ભૌતિક સંશાધનમાં વૃધ્ધિ કરવા, નવીનીકરણ અને સુશોભન કરવા માટે એક સમિતિનું ગઠન કરવામાં આવેલ.

આજ રોજ સદર સમિતિ દ્વારા ડાયમંડ જ્યુબીલી વર્ષમાં ભુતકાળ, વર્તમાન અને ભવિષ્યના તમામ હિતધારક માટે ઋણ સ્વીકાર, આદર અને પ્રતિબાધ્ધતાની લાગણી વ્યક્ત થઇ શકે તે બાબત ધ્યાને રાખી હાલની સુવિધાઓના પુનર્જીવન સાથે ડાયમંડ જ્યુબિલી વર્ષ -૨૦૨૫ માં સરકારી પોલિટેકનિક, વલસાડનો કેમ્પસ ડેવલપમેન્ટ પ્લાન આચાર્યાશ્રી ને સાદર કરેલ છે.

આ ડેવલપમેંટ પ્લાનમાં સ.પો. વલસાડ્ના ભવ્ય ભૂતકાળ અને આશાસ્પદ ભવિષ્ય સાથે કોલેજે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ના અમલીકરણને અનુરૂપ આ ઉજવણી વર્ષની મધ્યાવર્તી થીમ તરીકે “ભારતીય જ્ઞાન પ્રણાલી”ને રાખેલ છે. સદર અહેવાલ સંસ્થાની વેબસાઇટ ઉપર ઉપલબ્ધ કરવામાં આવશે. ગુજરાતી અને અંગ્રેજીમાં કેમ્પસ ડેવલપમેન્ટ પ્લાનનો સ્વીકાર આપતા આચાર્યાશ્રી પ્રો.રીંકુ શુક્લા દ્વારા પ્રાસંગિક અહેવાલને ઝડપથી આપવા માટે સમિતિને અભિનંદન પાઠવેલ તેમજ અહેવાલમાં રજુ થયેલ વિકાસ કામ અને પ્રવૃત્તિઓને સંસ્થાના સર્વે સ્ટાફ્ના સહયોગથી ચોક્કસપણે સાકાર થશે એવી હકારાત્મક લાગણી વ્યક્ત કરેલ.

Back to top button
error: Content is protected !!