GUJARATJAMBUSAR

જંબુસર નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન રામીએ મુખ્ય અધિકારીને જંબુસર નગરપાલિકાની તેમજ ગામ તળની જગ્યાઓ પચાવી પાડી ગેરકાયદેસર કબજો અને બાંધકામો દૂર કરવા અરજી અપાઈ

જંબુસર નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન રામીએ મુખ્ય અધિકારીને જંબુસર નગરપાલિકાની તેમજ ગામ તળની જગ્યાઓ પચાવી પાડી ગેરકાયદેસર કબજો અને બાંધકામો દૂર કરવા અરજી અપાઈ હતી
જંબુસર નગરપાલિકા વિસ્તારમાં આવેલ અણખી ભાગોળ પાસે જંબુસર નગરપાલિકા ની માલિકીનો ઢોર ડબ્બો આવેલ છે સદર મિલ્કત નગરપાલિકાની છે અને ઘણા વર્ષોથી આ મિલકત ઉપર જંબુસર નગરપાલિકાના માજી પ્રમુખ દ્વારા ગેરકાયદેસર કબજો કરેલ છે આ અગાઉ જંબુસર નગરપાલિકા દ્વારા નગરપાલિકાહસ્તક લઇ સીલ મારવામાં આવેલ પરંતુ થોડા સમય પહેલા સદર મિલકતને નગરપાલિકાના સક્ષમ અધિકારી ની પૂર્વ મંજૂરી વગર જંબુસર નગરપાલિકાના સદસ્ય સાકીર જી મલેક દ્વારા કાયદો હાથમાં લઇ નગરપાલિકા દ્વારા મારેલ શીલ તોડી ગેરકાયદેસર કબજો મેળવી પોતાના મામાના છોકરા એ સદર ઢોર ડબ્બો કબજે કરેલ છે જેથી મિલકત સરકારી હોય નગરપાલિકાના જવાબદાર સદસ્ય હોવા છતાં મ્યુનિસિપાલટી એક્ટ તેમજ ભારતીય દંડ સંહિતા કાયદાની એસી તેસી કરીને ગેરકાયદેસર કૃત્ય કરી સરકારી મિલકત પચાવી પાડવાનો પ્રયત્ન કરેલ છે ભી ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ 20 20 ની કલમ ત્રણ ચાર પાંચ મુજબ નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકે આપ શ્રી દ્વારા સુઓ મોટો સંજ્ઞાન લઈ તેમજ પીવેન્શન ઓફ એન્ટી સોશિયલ 1985 ની જોગવાઈ મુજબ સરકારી જમીન હડપ કરનારાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા અરજી આપી
વધુમાં જણાવ્યું કે જંબુસર નગરપાલિકા વિસ્તારમાં પ્લાઝા સર્કલ ની બાજુમાં ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ગોડાઉન ની આગળ નગરપાલિકાના સરકારી કાંસ ઉપર મોટા પ્રમાણમાં ગેરકાયદેસર કબજો કરી ખાલીદ બાલા નામના ઈસમ દ્વારા ઘણા વર્ષોથી શેડ મારી સરકારી મિલકત પર કબજો કરી આશરે માસિક દસ હજારના ભાડા પેટે ત્રાહિત વ્યક્તિને આપેલ છે નગરપાલિકાને મોટા પ્રમાણમાં આર્થિક નુકસાન વેઠવું પડે છે તેથી તેમના વિરુદ્ધ સરકારી જમીન પર કબજો કરવા તેમજ ત્રાહિત વ્યક્તિને બાળા પેટે આપવા બદલ કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરાઈ
વધુમાં જંબુસર નગરપાલિકા વિસ્તારમાં ડાભા ચોકડી પાસે આવેલ શોપિંગ સેન્ટર(1) એસ.કે વન દારુલ ઉલમ રોડ(2) એસ કે ટુ દારુલ ઉલમ રોડ (3) એસ કે થ્રી 20 20 ડાભા ચોકડી (4) એસ કે ફોર નવાબ એજન્સી નર્મદા વસાહત (5) એસ કે ફાઈવ સગણ સોસાયટી (6) એસ.કે 6 સોસાયટી ની બાજુમાં (7) એસ કે સેવન બાપુ લાઈટ હાઉસ મેન બજાર આ તમામ શોપિંગ સેન્ટરો નગરપાલિકાની કોઈપણ જાતની પરવાનગી તેમજ બાંધકામની પરવાનગી વગર ગેરકાયદેસર કોમર્શિયલ શોપિંગ સેન્ટર બનાવી સદર બાંધકામ ગેરકાયદેસર હોય ગુજરાત ટાઉન પ્લાનિંગ એક્ટ ની જોગવાઈ વિરુદ્ધ બાંધકામ કરેલ હોય એવું તમામ ગેરકાયદેસર બાંધકામ નગરપાલિકા સદસ્ય સઈદ કાલુભાઈ મલેક દ્વારા કરવામાં આવેલ હોય તે તમામ ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા માંગ કરાય
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!