આણંદ જિલ્લામાં દબાણ મુક્તિ અભિયાન વેગવંતુ બનશે
આણંદ જિલ્લામાં દબાણ મુક્તિ અભિયાન વેગવંતુ બનશે
તાહિર મેમણ – આણંદ – 18/01/2025 – આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને સર્કિટ હાઉસ, આણંદ ખાતે જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. કલેક્ટરે અધિકારીઓને દબાણો હટાવ્યા બાદ ફરી દબાણ ન થાય તે માટે સતત નિરીક્ષણ રાખવા સૂચના આપી હતી.
બેઠકમાં કલેક્ટરે જનપ્રતિનિધિઓના પ્રશ્નોનો નિયત સમયમર્યાદામાં હકારાત્મક નિકાલ લાવવા અને સરકારી બાકી લેણાંની વસૂલાત કરવા પર ભાર મૂક્યો હતો. તેમણે અધિકારીઓને સમયસર બેઠકમાં હાજર રહેવા અને પરસ્પર સંકલનથી કામગીરી કરવા પણ તાકીદ કરી હતી.
આ મહત્વપૂર્ણ બેઠકમાં સંસદ સભ્ય મિતેષ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખ પટેલ, વિવિધ ધારાસભ્યો, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી જે.વી. દેસાઈ, જિલ્લા પોલીસ અધિક્ષક ગૌરવ જસાણી, નિવાસી અધિક કલેક્ટર ઋતુરાજ દેસાઈ અને પેટલાદના મદદનીશ કલેક્ટર હિરેન બારોટ સહિતના અધિકારીઓએ હાજરી આપી હતી. જનપ્રતિનિધિઓએ વિવિધ પ્રજાલક્ષી પ્રશ્નોની રજૂઆત કરી હતી, જેના નિરાકરણ માટે કલેક્ટરે તાત્કાલિક પગલાં લેવાની ખાતરી આપી હતી.