GUJARATSABARKANTHA

ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂની બોટલ કુલ નંગ ૧૧૦૦ કિ.રૂ.૧૫૨૭૪૦/ ના મુદ્દામાલનો પ્રોહીબિશનનો કેસ શોધી કાઢતી ખેડબ્રહ્મા પોલીસ

ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂની બોટલ કુલ નંગ ૧૧૦૦ કિ.રૂ.૧૫૨૭૪૦/ ના મુદ્દામાલનો પ્રોહીબિશનનો કેસ શોધી કાઢતી ખેડબ્રહ્મા પોલીસ

નાયબ પોલીસ મહાનિરીક્ષક સા.શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ, ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી સાબરકાંઠા વિજય પટેલ સાહેબ નાઓએ આંતરરાજ્ય બોર્ડર ઉપરથી જીલ્લામાં પ્રોહિબિશન ગુન્હાઓની કાયદેસરની હેરાફેરી અંકુશમાં લેવા તથા પ્રોહિબિશનની લગત કેસો શોધી અસરકારક કામગીરી કરવા આપેલ સુચના અન્વયે નાયબ પોલીસ અધિક્ષક શ્રી સ્મિત ગોહિલ સાહેબ ઇડર વિભાગ ઇડર નાઓના સીધા માર્ગ દર્શન હેઠળ અમો ડી.આર.પઢેરીયા પોલીસ ઇન્સ્પેકટર ખેડબ્રહ્માં પોલીસ સ્ટેશન આ દિશામા સતત કાર્યશીલ હતા જે દરમ્યાન આજરોજ અમો તથા પોલીસ સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સાથેના આ.પો.કો.વાસુભાઈ ઇંદુભાઈ બ.નં.૫૯૦ નાઓને ખાનગી બાતમીદાર થી હકીકત મળેલ કે રાજસ્થાનના મામેર તરફથી દેરોલ થઇ ખેડબ્રહ્મા તરફ એક સફેદ કલરની નંબર વગરની આઈ ટટ્વેન્ટી ગાડીમાં જયદતસિહ ગણપતસિહ ઝાલા રહે માલપુર તા હિમતનગર વાળો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી આવે છે તેવી બાતમી હકિકત આધારે દેરોલ ત્રણ રસ્તા ખાતે સરકારી વાહન સાથે વોચમા હતા તે દરમ્યાન એક નંબર વગરની સફેદ કલરની આઈ ટટ્વેન્ટી ગાડી આવતી જોવા મળતા હાથનો ઇશારો કરી ઉભી રાખવા જણાવતા સદરી ગાડીના ચાલકે પોતાની ગાડી ઉભી રાખેલ નહી અને ભગાડી મુકતા સરકારી ગાડીથી પીછો ચાલુ રાખેલ હતો તે દરમિયાન સીલવાડ પુલના છેડે જતા આઈ ટટ્વેન્ટી ગાડીના ચાલકે પોતાની ગાડી સામેથી આવતી કમાન્ડર જીપ ગાડી સાથે અથડાવી સદરી ગાડીનો ચાલક પોલીસ પહોંચે તે અગાઉ પોતાની ગાડી મુકી ભાગી ગયેલ હતો જેમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ બોટલ નંગ ૧૧૦૦ જેની કુલ કિ.રૂ ૧,૫૨,૭૪૦ તથા આઇ ટટ્વેન્ટી ગાડીની કિ.રૂ ૩,૦૦,૦૦૦ મળી કુલ રૂ.૪,૫૨,૭૪૦ ના મુદ્દામાલ સાથે ખેડબ્રહ્માં પોલીસ સ્ટેશન સાબરકાંઠા ખાતે વિરુધ્ધ પાર્ટ સી ગુ.ર.નં.૧૧૨૦૯૦૨૮૨૪૦૮૧૭/૨૦૨૪ ઘી ગુજરાત પ્રોહિબીશન એક્ટ ૨૦૧૬ ની કલમ ૬૫એ.ઈ,૧૧૬(બી),૯૮(૨) મુજબ ગુન્હો દાખલ કરી કામગીરી કરવામાં આવેલ છે.

પકડવાના બાકી આરોપી

એક નંબર વગરની સફેદ કલરની આઈ ટટ્વેન્ટી ગાડી નો ચાલક જયદતસિહ ગણપતસિંહ ઝાલા

રહે માલપુર તા હિમતનગર

બપોરે 3:17

કામગીરી કરનાર અધિ./કર્મચારી

(૧) પો.ઈન્સ. ડી.આર.પઢેરીયા

(૨) આ.પો.કો.વાસુભાઈ ઇંદુભાઈ બ.નં.૫૯૦

(૩) અ.હે.કો સુખદેવકુમાર મગનભાઈ બ.ન.૩૭

(૪) અ.પો.કો મહેન્દ્રકુમાર રામજીભાઈ બ.નં ૨૩૨

(૫)ડ્રા.પો.કો.નિલેશકુમાર પ્રભુદાસ બ.નં.૯૦૫

અહેવાલ:- પ્રતિક ભોઈ

Back to top button
error: Content is protected !!