બોરુ પ્રાથમિક શાળા ખાતે “પોષણ ઉત્સવ” અંતર્ગત શાળા કક્ષાએ “પૌષ્ટિક વાનગી સ્પર્ધા” કરવામાં આવી.

તારીખ ૨૮/૦૧/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાની બોરુ પ્રાથમિક શાળા ખાતે પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના અંતર્ગત અક્ષરજ્ઞાનની સાથે સાથે જીવન લક્ષી શિક્ષણ મળી રહે અને બાળકોનો સર્વાંગી વિકાસ થાય તેવા ઉમદા હેતુ સાથે વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં શાળામાં અભ્યાસ કરતા ધોરણ ૩ થી ૮ના વિદ્યાર્થીઓએ ભણતર ઉ૫રાંતના કૌશલ્ય પાક કલામાં હાથ અજમાવ્યો હતો.આ કાર્યક્રમ અનુસંધાને શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને બે દિવસ ૫હેલા જીવનમાં ભારતીય રસોઈનું મહત્વ સમજાવી બાળકોને બે દિવસનો સમય આપી તમામ વિદ્યાર્થીઓએ જાતે વાનગી બનાવીને લઇને આવવાની હતી. જેમાં કેટલાક બાળકોએ બે કે ત્રણ મિત્રોએ સાથે મળીને વાનગી બનાવી હતી તો કેટલાક વિદ્યાર્થીઓએ એકલાએ બે થી વઘારે વાનગીઓ બનાવી હતી. વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર જુદી જુદી ચટાકેદાર વાનગીઓ બનાવી હતી. જેમાં વાનગી ના નામ ઈડલી સંભાર,આલુ પરોઠા,મેથી ના થેપલા,દૂધી ના થેપલા,દૂધી ના રોટલા,દૂધી નો હલવો,ગાજર નો હલવો,સોજી નો શીરો,ઘઉં નો શીરો,અડદ નો શીરો,ઘઉં ના પુડા,બેસન ના પૂડા, ચોળા ના પૂડા,મેથી ના ભજીયા, મરચા ના ભજીયા.બટાકા પૂરી,ભૂંગળા બટાકા.બટાકાનું શાક રોટલી, બરફી, માવો,ખીર પૂરી,દહી છાસ દૂધ,ગળી પૂરી, લાડવા, પતરવેલ ભજીયા,મોહનથાળ, અપ્પમ,ઢોકળા,અડદ ની દાળ ના વડા,તીખી ચટણી,શીંગદાણા ચટણી,ચંન્દ્રકલા ને ચટણી,પાણીપુરી,પાવભાજી,દાબેલી,બ્રેડ પકોડા, સુખડી,સમોસા ચટણી.કચોરી.ખમણ, મેથી ની ભાજી ના રોટલા,ગાજર કાકડી મરચા ડુંગળી મૂળો મોસંબી બીટ ધાણા નું સલાડ,સોયાબીન વડી ને રોટલી,રીંગણ નું ભડથું બાજરીનો રોટલો, શક્કરપારા,સુવાળી, મેગી, ખીચડી દહી,પૌવા બટાકા સેન્ડવીચ, હલવો, પાસ્તા, બટાકાવડા,સબ્જી પુલાવ,તુવેર શાક રોટલી,બટાકાની સૂકી ભાજી ને પૂરી,પાલક ભાજી રોટલી,સેવ મમરા, મમરાના લાડુ,દૂધની બરફી,મીઠી જરદો,બૂંદી,ડમરુ સેવ, સેવ ખમણી,બટાકાવડા,કઢી ખીચડી,ચણા પુલાવ,દહી વડા,મૂળા ની ભાજી ને રોટલી,તલ-સિંગ ની ચીક્કી, કચરિયું,આલુ સેવ,દૂધ પૌવા,લીંબુ શરબત,મિક્સ ભેલ,તળેલી પાપડી,ગોટા,મેથી ના રોટલા,મકાઈ ના રોટલા,મંચુરિયન,દાળ ભાત,દાળ ઢોકળી જેવી ૧૦૭ વાનગીઓ વિદ્યાર્થિનીઓએ જાતે બનાવી હતી.શાળાના મુખ્ય શિક્ષક ગૌરાંગ જોશી એ મિલેટ એટલે બાજરી, જુવાર, નાગલી (રાગી) જેવા સ્થાનિક જાડા ધાનની વાનગીઓથી, બાળકોના પોષણ સ્તરમા કઈ રીતે વધારો કરી શકાય, તેમજ તેનાથી મળતા લાભ વિશે જાણકારી પુરી પાડી હતી.આ સ્પર્ધામાં શાળાના વિદ્યાર્થીઓએ અલગ અલગ સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી હતી જે જોતા નિર્ણાયકો અને શિક્ષકો તેમજ જોનાર તમામ ગ્રામજનોના મોંમાં પાણી આવી ગયું હતું. આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે રંજનબેન પટેલ અને કાજલબેન બારોટ એ સેવા આપી હતી.આ “પૌષ્ટિક વાનગી સ્પર્ધા” થકી મિલેટસ માંથી પોષણયુક્ત વાનગીઓ બનાવી પોષણ મૂલ્યો અંગેની જાગૃતતા અને તેનાં ઉપયોગ અંગે પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.








