નીટ પેપર લીક મામલે મહિસાગર જિલ્લાના લુણાવાડા ખાતે કોંગ્રેસ કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન

મહીસાગર
નીટ પેપર લીક મામલે મહિસાગર જિલ્લાના લુણાવાડા ખાતે કોંગ્રેસ કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું


નીટ પેપર લીક મામલે સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન ચાલી રહેલા હોય એના અનુસંધાને મહીસાગર જિલ્લાના વડુ મથક લુણાવાડા ખાતે Gen z દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું
આજે વહેલી સવારે થી મહીસાગર જિલ્લાના વડુમથક લુણાવાડા ખાતે આજુબાજુના ગામડાઓ તાલુકામાંથી થઈને કોંગ્રેસ કાર્યકરો ખૂબ જ મોટી સંખ્યામાં હાજર થયા હતા.
કોંગ્રેસ કાર્યકરોનું કહેવું છે કે, ન્યાયની માંગ સાથે વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ આંદોલન કરી રહ્યા છે ત્યારે તેમના પર થઈ રહેલા લાઠીચાર્જ અને બળ પ્રયોગના વિરોધમા અમારી પાર્ટી ધ્વારા લુણાવાડા ખાતે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું.
નીટ પરીક્ષામાં થયેલ ગેરરીતી અને અગાઉ પેપર લીકની ઘટનાઓ સામે મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે વિરોધ પ્રદર્શન કરી રહેલા કાર્યકરોને મહીસાગર જિલ્લા પોલીસ દ્વારા ઘર પકડનો દોર હાથ ધરવામાં આવ્યો હતો.
“ગલી ગલી મેં શોર હે ભાજપ સરકાર ચોર હે”. એવા નારાઓ સાથે વિરોધ પ્રદર્શન કરતા કાર્યકરોની મહિસાગર જિલ્લા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી.
સરકાર સામે દેખાવો કરતાં GEN Z ના કાર્યકર્તાઓને પોલીસ દ્વારા જબરજસ્તી વાનમાં બેસાડવામાં આવ્યા.
રિપોર્ટર
અમીન કોઠારી
મહીસાગર




