GUJARATMODASA

મોડાસા બસપોર્ટ વિસ્તારમાં રસ્તા પર ભરાયા વરસાદી પાણી, નગરપાલીકા ની પ્રિ મોન્સુન કામગીરી સામે સવાલો 

અરવલ્લી

અહેવાલ: હિતેન્દ્ર પટેલ

મોડાસા બસપોર્ટ વિસ્તારમાં રસ્તા પર ભરાયા વરસાદી પાણી, નગરપાલીકા ની પ્રિ મોન્સુન કામગીરી સામે સવાલો

હવામાન વિભાગ ધ્વારા અરવલ્લી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હતું અને વરસાદની આગાહી કરવામાં આવી હતી જેને પગલે વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો અને માત્ર બે કલાકમાં વરસાદનું જોર વધતા ભારે પવન અને વીજળીના કડાકા સાથે ભારે વરસાદ વરસ્યો હતો.

મોડાસાના નવીન બનાવેલ બસ સ્ટેન્ડ આગળ વરસાદી પાણી ભરાયા હતા જેમાં નાગપાલિકા તરફ જતા રસ્તા પર પાણી ભરાયા હતા જેને લઈ વાહન ચાલકો અને બસ ચાલકો ને મુશ્કેલી નો સામનો કરવાનો વારો આવ્યો હતો મોડાસા શહેરમાં ચાર રસ્તા તેમજ દ્વારકાપૂરી વિસ્તારમાં માં રસ્તા પર વરસાદી પાણી ભરાયા છે ખાસ વરસાદી પાણી ભરાતા તંત્ર ની પ્રિ મોન્સુન કામગીરી સામે અનેક સવાલો ઉદભવ્યા છે

Back to top button
error: Content is protected !!