
વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ – ખેરગામ
ખેરગામ તાલુકાની પ્રાથમિક તેમજ માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિના નાણાં સમયસર જમા ન થવાના પ્રશ્નો સામે આવી રહ્યા છે. જાણવા મળતી માહિતી મુજબ કેટલાક વિદ્યાર્થીઓના છેલ્લા બે વર્ષથી શિષ્યવૃત્તિના નાણાં તેમના ખાતામાં જમા થયા નથી.આ અંગે વાલીઓ દ્વારા શાળામાં અનેકવાર જઈને શિક્ષકો તેમજ પ્રિન્સિપાલ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. વાલીઓ દ્વારા શિષ્યવૃત્તિ અંગે શાળામાં જઈને તપાસ પણ કરવામાં આવી હતી. વાલીઓ દ્વારા વારંવાર શિક્ષકોને રજૂઆત કરવામાં આવતા હવે શિક્ષકોને પણ આ અંગે યોગ્ય જવાબ આપવામાં મુશ્કેલી પડી રહી હોવાનું જાણવા મળે છે.બીજી તરફ સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે જાહેર કરવામાં આવેલી નમો લક્ષ્મી યોજના હેઠળ પણ કેટલાક વિદ્યાર્થીઓના નાણાં હજુ સુધી જમા થયા નથી. જેના કારણે વાલીઓમાં પણ શિષ્યવૃત્તિ અને નમો લક્ષ્મી યોજનાના નાણાં અંગે પ્રશ્નો ઉભા થયા છે.આ અંગે સંબંધિત તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે અને જે વિદ્યાર્થીઓની રકમ બાકી હોય તેમના ખાતામાં વહેલી તકે નાણાં જમા થાય તેવી વાલીઓની અપેક્ષા છે.



