BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT
ભરૂચમાં જુગારધામ પર દરોડો: નંદેલાવ ગામમાંથી 21 હજારના મુદ્દામાલ સાથે પાંચ જુગારીઓ ઝડપાયા
સમીર પટેલ, ભરૂચ
ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાંચે નંદેલાવ ગામની નવી નગરી વિસ્તારમાં દરોડો પાડી પાંચ જુગારીઓને 21 હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.
પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, એલસીબીની ટીમ રુટીન પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે નંદેલાવ ગામની નવી નગરી પાછળના ખુલ્લા વિસ્તારમાં કેટલાક શખ્સો જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી દરોડો પાડ્યો હતો.
દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી રોકડ રકમ અને બે મોબાઈલ ફોન મળી કુલ 21 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પકડાયેલા આરોપીઓમાં કસક પોલીસ ચોકીની પાછળ રહેતા ઉસ્માન આદમ પટેલ, મહમંદ મુસ્તાક સૈયદ, સુનીલ ઉર્ફે રાકેશ વસાવા, રોહિત મુકેશ વસાવા અને દેવેન્દ્ર શાંતિલાલ વસાવાનો સમાવેશ થાય છે. પોલીસે આ તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.